Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ડ્રગ્સ માફીયા શાહીદ સુમરાના ૮ દિ'ના રિમાન્ડ મંજૂર કરતી ભુજ કોર્ટ : એટીએસના સ્પે. પીપી કલ્પેશ ગોસ્વામીની ધારદાર દલીલો, રિમાન્ડ દરમ્યાન ગુજરાત કનેક્શન ની મળશે કડીઓ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: ગુજરાત એટીએસે દિલ્હી એરપોર્ટ ઉપરથી ઝડપેલા શાહીદ કાસમ સુમરાને આજે ભુજની સ્પે. નાર્કોટિક્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. એટીએસ વતી સ્પે. પીપી તરીકે કલ્પેશ ગોસ્વામીએ ધારદાર દલીલો કરી હતી. નાર્કોટિક્સ કોર્ટના ખાસ જજ શ્રી પવારે શાહીદના ૭ મી ઓગસ્ટ સુધી ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમ્યાન એટીએસ ગુજરાત કનેક્શન ની કડીઓ ખુલશે. ગત એપ્રિલ ૨૦૨૧ દરમ્યાન જખૌના દરિયામાં એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એસઓજી માં સયુંકત ઓપરેશનમાં નૂહ શફીના નામની બોટમાંથી ૮ પાકિસ્તાનીઓ સાથે ઝડપેલ ૧૫૦ કરોડના ૩૦ કિલો હેરોઈન પ્રકરણમાં શાહીદ સુમરા મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું હતું.

(9:37 pm IST)