Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

યાત્રા ધામ ચોટીલામાં મા ચામુંડાના સાનિધ્યમાં શક્તિ પર્વ-૨૦૨૨ અંતર્ગત રાસ ગરબાની રમઝટ જામશે

પાંચમા નોરતે શ્રી ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે રાત્રે ૮:૦૦ કલાકે થી નવરાત્રી શક્તિ પર્વ -૨૦૨૨ ઉજવાશે

સુરેન્‍દ્રનગર:સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો આરંભ થતાની સાથે જ લોકો શક્તિની ભક્તિ સાથે આરાધનામાં લીન થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નવરાત્રી પર્વમાં ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે. કમિશનરરી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા નવરાત્રી શક્તિ પર્વ -૨૦૨૨ ની ઉજવણીના ભાગ રૂપે તા. ૩૦ સપ્ટેમ્બરને પાંચમા નોરતે શ્રી ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે રાત્રે ૮:૦૦ કલાકે નવરાત્રી શક્તિ પર્વ-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક ગાયિકા દેવાંગી પટેલ દ્વારા ગરબાઓ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા લોકો તથા ખેલૈયાઓને આ પ્રસંગે પધારવા આમંત્રણ છે.

(1:06 am IST)