Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ઓખા-દિલ્‍હી શિયાળુ સ્‍પેશ્‍યલ ટ્રેનને વાંકાનેર સ્‍ટોપ આપવા રજુઆત

સાંસદ મોહનભાઇને વાંકાનેરના સિનીયર પત્રકાર મહમદભાઇ રાઠોડે પત્ર પાઠવ્‍યો

વાંકાનેર,તા. ૩૦ : ઓખા-દિલ્‍હી સરાય રોહિલા વચ્‍ચે વિશેષ ભાડા સાથે શિયાળુ સ્‍પેશ્‍યલ સુપર ફાસ્‍ટ ટ્રેનનો ૧૯ ઓકટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે. આ ટ્રેનના દ્વારકા-ખંભાળીયા-જામનગર-હાપા-રાજકોટ-સુરેન્‍દ્રનગર-વિરમગામ-મહેસાણા-ઉંઝા-સિધ્‍ધપુર-પાલનપુર-આબુરોડ -ફાલના-મારવાડ-બ્‍યાવર-અજમેર-કિશનગઢ-જયપુર-ગાંધીનગર-જયપુર-બાંદીકુઇ-ઓવર અને રેવાડી સ્‍ટેશનોમાં સ્‍ટોપ અપાયા છે. જો કે વાંકાનેરથી પસાર થતી આ ટ્રેનનો વાંકાનેર એ ગ્રેડ જંકશનમાં સ્‍ટોપ અપાયો નથી. મોરબી જીલ્લામાં ચાર શહેરો, વાંકાનેર-મોરબી-માળીયા-ટંકારા જોડાયેલા છે. મોરબી ઔદ્યોગિક સેન્‍ટર છે. પુરતો ટ્રાફિક મળી રહે તેમ હોય, આ ટ્રેનનો સ્‍ટોપ વાંકાનેર સ્‍ટેશનને મળે તેવી વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજી મારફત વાંકાનેરના સિનીયર પત્રકાર મહંમદભાઇ રાઠોડે સાંસદ મોહનભાઇ કુંડારીયાને રજુઆત કરેલ છે.

ઉપરાંત ભારતીય રેલ્‍વેમાં સિનીયર સિટીઝનોને ભાડામાં ૫૦ ટકાનો જે લાભ મળતો હતો તે કોરોના કાળથી બંધ છે. સિનીયર સિટીઝનોને આ લાભ પુનઃ મળતો થાય તેવી પણ અંતે રજુઆત કરાઇ છે.

(10:08 am IST)