Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

માતાના મઢની આરતીમાં નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલી જોડાયા

ભુજ::નવરાત્રિના પાવન પર્વ પ્રસંગે કચ્છના પ્રસિધ્ધ તીર્થધામ માતાના મઢ મધ્યે મા આશાપુરાની આરતીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલી જોડાયા હતા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ મધ્યેથી આરતી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ  સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા હતા. સ્થાનિકે માતાના મઢ મધ્યે જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી સાથે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(અહેવાલ: વિનોદ ગાલા, ભુજ,તસવીર: દિલીપ ઠકકર, હરિઓમ ગ્રુપ)

(11:52 am IST)