Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જામનગરમાં ૫૫ બોટલ દારૂ સાથે પ્રજાપતિ શખ્‍સ ઝડપાયો

જામનગર,તા. ૩૦: હાલાર હાઉસના પાર્કીંગમાં ભાવેશ કાંતીભાઇ ગોહેલ વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી રાખેલ છે અને હેરાફેરી કરે છે જે હકીકત આધારે રેઇડ કરી આરોપી ભાવેશ કાંતીભાઇ ગોહેલ પ્રજાપતિ (ઉવ.૩૯) રહે. નવાગામ ઘેડ, જાળીવાળા કુવા પાસે, જયશ્રી સોસાયટી, જામનગર વાળાને બોટલો નંગ ૫૫ કિં. રૂા. ૨૭,૫૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. મજકુર ઇસમની પુછપરછ દરમ્‍યાન આ દારૂ સદામ બોદુભાઇ સફીયા રહે. જામનગર વાળાએ સપ્‍લાય કરેલ હોવાનું જણાવતા મજકુરની શોધખોળ ચાલુ છે તેમજ મજકુર બંને વિરૂધ્‍ધ ધોરણસર થવા પો.કોન્‍સ. પ્રદીપસિંહ રાણાએ ફરીયાદ આપેલ છે અને પો.સબ. ઇન્‍સ. ડી.એસ.વાઢેરએ  આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ. કે.જે.ભોયે તથા સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો.સબ.ઇન્‍સ. ડી.એસ.વાઢેર તથા એ.એસ.આઇ હિતેશભાઇ એમ.ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, પ્રદીપસિંહ રાણા, વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(11:57 am IST)