Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વિસાવદર ગુરૂકુળમાં વિદ્યાર્થીઓને પોકસોની કાયદાકીય જાણકારી આપવા સંવાદ કાર્યક્રમ યોજાયો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૯:  જુનાગઢ જીલ્લા કાનુની સેવા સતા મંડળના ઉપક્રમે સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે  વિસાવદર મેજિસ્‍ટ્રેટ એસ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન તળે શાળાની વિધાર્થી- વિધાર્થીનીઓ સાથે પોકસો કાયદા અંગેની માહીતી સાથે સાથે પ્રશ્‍નોતરી સંવાદનુ આયોજન  કરાયુ હતું.અધ્‍યક્ષ સ્‍થાને જે.કે સતાસીયા રહ્યા હતા.પીએલવી રમણીક દુધાત્રાએ પોકસો કાયદા અંગેનું  જ્ઞાન તેમજ સમાજમાં બનતી ઘટનાઓને અંતર્ગત સાવધાની સાથે સાથે સતર્કતાથી વાકેફ કર્યા હતા. તાલૂકા કાનૂની સેવા  સમિતિ ના સેક્રેટરી પી.ડી.ભટ્ટે પ્રાસંગિક વકતવ્‍યો રજુ કર્યા હતા..સંચાલન સરવૈયાએ કર્યુ હતું.

(12:03 pm IST)