Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ધોરાજીના વોર્ડ નં. ૯માં મહીલા સમિતી આયોજીત ગરબા મહોત્‍સવ

 ધોરાજી : મોતીનગર ખાતે આવેલ અને મહીલાઓ સંચાલીત ગરબીમાં બાળાઓ દ્વારા માતાજીના ગરબા લઇને આરધના કરવામા઼ આવે છે. અને ટ્રેડીશનલ ડ્રેસ સાથે જુદા-જુદા રાસ ગરબાએ ભારે આકર્ષણ જમાવ્‍યું છે. આ મહીલા સમિતી આયોજીત રમઝટ ગરબા મહોત્‍સવમાં ધોરાજી અને  આજુબાજુના વિસ્‍તારના લોકો ગરબી જોવા આવે છે. આ રાસ મહોત્‍સવને સફળ બનાવવા અંજુબેન બાબરીયા, રેખાબેન કોયાણી, મુકતાબેન હીરપરા, ઉષાબેન સોજીત્રા, શીતલબેન વૈષ્‍ણવ, હેતલબેન કોયાણી, વર્ષાબેન વઘાસીયા, રંજનબેન વૈષ્‍ણવ, નિલ્‍પાબેન કોયાણી, શ્‍વેતાબેન હિરપરા, લલીતભાઇ બાબરીયા (એડવોકેટ), જેન્‍તીભાઇ કોયાણી, મનોજભાઇ વોરા સહીતના જહેમત ઉઠાવી રહેલ છે.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(12:03 pm IST)