Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં વિજેતા થયેલ જામનગર શહેર જિલ્લાની શાળાઓને પ્રમાણપત્ર વિતરણ

 જામનગર : આર્યસમાજ જામનગર અંતર્ગત આર્ય વિદ્યાસભા સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્‍યા વિદ્યાલય માં ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા  દ્વારા આયોજીત  ‘આપણને આઝાદી કોણે અપાવી' એ વિષય પરની રાજ્‍યક્ષાની સ્‍પર્ધામાં વિજેતા થયેલ જામનગર શહેર અને જિલ્લાના સ્‍પર્ધકોને પ્રમાણપત્ર વિતરણ અને સન્‍માન સમારોહ  બળહદ સૌરાષ્‍ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના  પ્રમુખ દીપકભાઈ ઠક્કરની અધ્‍યક્ષતામાં યોજાયેલ. જેમાં જામનગર જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મધુબેન ભટ્ટ, જામનગર જિલ્લાના શિક્ષણ નિરીક્ષક સી.એમ.મહેતા , ધનસુખભાઈ ભેંસદડિયા, જામનગર જિલ્લાના મદદનીશ શિક્ષણ નિરીક્ષક આર.કે.આણદાણી, પ્રિતેશભાઈ પરમાર ઉપસ્‍થિત રહેલ તેમનું ઉપવષા થી સ્‍વાગત કરવામાં આવેલ. શાળાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગની વિદ્યાર્થીની બહેનો દ્વારા વૈદિક રાષ્‍ટ્રગાન રજૂ કરેલ. કાર્યક્રમના પ્રારંભે સ્‍વાગત -પ્રવચન આર્યસમાજ જામનગર અને આર્ય વિદ્યાસભા જામનગરના માનદ્દ મંત્રી રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલ કરેલ જયારે અતિથી વિશેષ શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા - પ્રાસંગિક ઉદ્દબોધન તથા સમારોહના  પ્રમુખ  દીપકભાઈ ઠક્કર દ્વારા અધ્‍યક્ષીય ઉદ્દબોધન કરવામાં આવેલ. જામનગર જિલ્લાના મોટી બાણુગાર કેન્‍દ્રની પટેલ ભીમજી ડાહ્યાભાઈ બાલેશ્વર વિનય મંદિર, લાલપુર કેન્‍દ્રની વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ, હડિયાણા માધ્‍યમિક શાળા, ધ્રોલ કેન્‍દ્રમાંથી ડેલ્‍ટા માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના પ્રતિનિધિઓ તેમજ જામનગર શહેર માંથી જ્ઞાનગંગા સ્‍કુલ, જી.ડી.શાહ હાઈસ્‍કુલ, રતનબાઈ કન્‍યા વિદ્યાલય, પુરોહિત સ્‍કુલ, હરિયા સ્‍કુલ અને મોદી સ્‍કુલના પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થીઓને અતિથિ વિશેષશ્રીઓ, સંસ્‍થાના પદાધિકારીઓ, શાળાના આચાર્યા તેમજ શિક્ષિકાઓ દ્વારાપ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ તેમજ ઉપસ્‍થિત અતિથિ વિશેષશ્રીઓનું  સન્‍માન કરવામાં આવેલ. આભાર દર્શન શ્રીમદ્‌ દયાનંદ કન્‍યા વિદ્યાલયના માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. ઉપરોક્‍ત કાર્યક્રમમાં આર્યસમાજ જામનગરના ઉપમંત્રી નરેન્‍દ્રભાઈ મહેતા, કોષાધ્‍યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્‍તકાધ્‍યક્ષ ભરતભાઈ જી.આશાવર, અંતરંગ સદસ્‍યો ધીરજલાલ એમ.નાંઢા, હરીશભાઈ મહેતા, ધવલભાઈ બરછા, સુનિતાબેન ખન્ના, વિજયભાઈ ચૌહાણ, શ્રીમતી નિમુબેન રામાણી, શ્રીમતી કૈલાદેવી આર્ય , સતપાલજી આર્ય, વિશ્વાસભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા  ધર્મિષ્‍ઠાબેન ગોહિલ એ કર્યું હતું.

(12:06 pm IST)