Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જૂનાગઢ જિલ્લાના વિવિધ ગામોને જોડતા રસ્‍તાઓ માટે ૨૧.કરોડને ૬૬. લાખ મંજૂર

 જુનાગઢ.તા.૨૯ : જુનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્‍તકના ૨૧ જેટલા ગામોને જોડતા રસ્‍તાઓ ને લઈને જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ કિરીટ પટેલ દ્વારા સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ માં રજૂઆત કરાઈ હતી જેને લઈને રાજ્‍ય સરકાર દ્વારા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ચુડા રોડ ૧૦.૩૦ કિમી, ઢોળવા ચુડા રોડ,૨.૨૦ કિમી, રાણપુર છોડવડી રોડ ૫.૬૦ કિમી, એચ.એચ.ટુ સુખપુર બાવા પીપળીયા રોડ ૩.૭૦ કિમી, વિસાવદર એચ.એચ.ટુ જૂની ચાવંડ લેરીયા સુખપુર રોડ ૯.૦૦ કિમી, વિસાવદર જાંબુડા રામપરા રોડ ૧.૫૦ કિમી, જુનાગઢ બગડું જામકા સેમરાળા રોડ ૦.૩૦ કિમી, વિસાવદર રતાંગ લીમધરા રોડ નોન પ્‍લાન ૦.૭૫ કિમી. જુનાગઢ ડુંગરપુર સંધાનાથ વિજાપુર રોડ ૨.૨૦.કિમી, જુનાગઢ નેશનલ હાઇવે થી ગલિયાવાડા રોડ ૧.૬૦ કિમી, જુનાગઢ રૂપાવટી કલાણા રોડ ૧.૭૦ કિમી, મજેવડી વાડોદર રોડ ૬.૦૦ કિમી, ખલીલપુર જુનાગઢ રોડ ૧.૫૦ કિમી, નેશનલ હાઇવે થી સરગવાડા રોડ ૦.૭૦, વીરપુર ગલીયાવાડા રોડ ૧.૦૦ કિમી, ઝાલણસર નવા ઝાલણસર પરબડી રોડ ૧.૫૦કિમી, ગોલાધર વાડોદર રોડ ૫.૩૦ કિમી, જુનાગઢ હાઇવે થી પાદરીયા ગામ ૦.૩૩ કિમી, અને વાલી સીમડી વાળંદિયા જાલણસર રોડ ૩.૦૦ કિમી આમ કુલ મળીને કુલ રૂપિયા એકવીસ કરોડ છાસઠ લાખના ખર્ચે જૂનાગઢ જિલ્લાના ૧૯.જેટલા ગામોને જોડતા રોડના કામોના જોબ નંબર આપવામાં આવ્‍યા છે ત્‍યારે આગામી દિવસોમાં આ રોડના કામો શરૂ થશે.

(12:13 pm IST)