Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ધ્રાંગધ્રાની જુથ અથડામણમાં ૨૪ શખ્‍સો સામે ગુન્‍હો દાખલ : રાત્રિના ૭ની અટક : રેન્‍જ આઇ.જી.દોડી ગયાઃ સ્‍થિતીની સમિક્ષા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૦ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વૈવસ્‍થા ની પરિસ્‍થિતિ કથળતી જઈ રહી છે.ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ અને મારામારી અને જૂથ અથડામણ ના બનાવો વધતા રહ્યા છે તે એક સમાજ માટે ચિંતા નો વિષય બન્‍યો છે.ત્‍યારે ધ્રાંગધ્રાના હરિપર રોડ પર વધુ એક વખત બે જૂથો વચ્‍ચે સામાન્‍ય બાબતે મારામારી થઇ છે.

ત્‍યારે આ મામલે ૪ થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે જેમાં ધ્રાંગધ્રા પોલીસ મથકના પી.આઈ ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે.સામસામે પથ્‍થર મારાના પગલે અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.ત્‍યારે તમામને સારવાર માટે ધ્રાંગધ્રા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે અને ડોક્‍ટરી ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ કાયદો અને વેવસ્‍થા ની પરિસ્‍થિતિ ધાગધ્રા માં કન્‍ટ્રોલ કરવા માટે સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ ધાગધ્રા પોલીસ અને પાટડી સહિત આજુબાજુના પોલીસ સ્‍ટાફને ધાગધ્રા ખાતે બોલાવવામાં આવ્‍યો છે અને બંદોબસ્‍ત પણ ગોઠવવામાં આવ્‍યો છે હાલની પરિસ્‍થિતિ મુજબ ૨૪ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

જેમાં (૧) હીતેષભાઇ ઉર્ફે લાલો ગીરધરભાઇ ચૌહાણ (૨) મહેન્‍દ્રભાઇ ઉર્ફે મળ્‍યો ખાનાભાઇ પરમાર (૩) હર્ષદભાઇ જયંતીભાઇ સિંધવ (૪) મહેન્‍દ્રભાઇ ઉર્ફે જાડો શીવાભાઇ પરમાર (૫) અનીલભાઇ ઉકાભાઇ ચૌહાણ (૬) ગણેશભાઇ ઉર્ફે ગીડો મોતીભાઇ જાદવ (૭) આનંદભાઇ રાજુભાઇ છાસીયા (૮) મનીષભાઇ ઉર્ફે લાલો અમુભાઇ ચૌહાણ (૯) જયેશભાઇ ભલજીભાઇ વાણીયા (૧૦) હરીભાઇ ઉકાભાઇ ચૌહાણ (૧૧) હકો શીવાભાઇ પરમાર (૧૨) નરેન્‍દ્ર ઉર્ફે પત્‍ની તળશીભાઇ ચૌહાણ (૧૩) અક્ષયભાઇ ઉકાભાઇ સાગઠીયા (૧૪) જીગો દીલીપભાઇ સિંધવ (૧૫) પ્રકાશભાઇ દલજીભાઇ રાતોજા (૧૬) ગાંગુલી જે કમાભાઈ ઠીંગણાનો ભાઈ થાય છે તે વિગેરે આશરે દોઢસો જેટલા માણસોના સામે પક્ષે (૧) અજુભાઇ જુમાભાઇ માણેક (ર) રાજાબાબુ (૩) યાકુબભાઇ જુમાભાઇ માણેક (૪) ઇંદ્રશીભાઇ બબાભાઇ મોવર (૫) રીયાજભાઇ ઇશાભાઇ માણેક (૬) આશીફ ઇકબાલભાઇ મોવર (૭) જુસબભાઇ હાજીભાઇ માણેક (૮) શાહરૂખભાઇ સલીમભાઇ મોવર વિગરે માણસો આશરે પચાસ જેટલા માણસો.ત્‍યારે સામ સામે પથ્‍થર મારો કરવા માં આવ્‍યો છે અને ઈજાગ્રસ્‍ત ને સારવાર માટે ધાગધ્રા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે.

રેન્‍જ આઈ.જી સંદીપ સિંઘ સુરેન્‍દ્રનગરના ધાંગધ્રા ખાતે દોડી આવ્‍યા છે અને આ મામલે કાયદો અને વ્‍યવસ્‍થા ની પરિસ્‍થિતિને લઈ અને પોલીસ કરીને સાથે બેઠક દોર યથાવત કરી દીધો છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત રાજયમાં ધાંગધ્રા કાયદો અને વ્‍યવસ્‍થાની કથળતી પરિસ્‍થિતિનું એપિક સેન્‍ટર બન્‍યું છે પહેલા દેવચરાડી ગામે હત્‍યાનો બનાવ બન્‍યો અને જેમાં પોલીસની બેદરકારીના કારણે પરિવારજનોએ બે દિવસ સુધી લાશ ના સ્‍વીકારી અને આ મામલો થાળે પડ્‍યો ત્‍યાં દુદાપુર નજીકથી સ્‍ટેટ મોનેટરીંગ ટીમ દ્વારા વિદેશી દારૂનો જંગી જથ્‍થો ઝડપી પાડવામાં આવ્‍યો ત્‍યાં આ વાતને હજુ ૨૪ કલાકના થયા ધાગધ્રા ના હરીપર રોડ ઉપર જૂથ અથડામણનો બનાવ સામે આવ્‍યો આશરે ૨૦૦ લોકો બે સમાજના સામે સામે આવી ગયા અને પથ્‍થર મારા સહિતના કૃત્‍ય આચરવામાં આવ્‍યા ત્‍યારે આ મામલે પી.આઈ ચૌધરી અને એક પોલિસ કર્મી ને ઇજા પહોંચી અને હોસ્‍પિટલમાં ખસેડવા માં આવ્‍યા. ત્‍યારે સમગ્ર ગુજરાત રાજયમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિને લઈ અને ચર્ચામાં આવેલું ધાંગધ્રા શાંત પડે તે માટે રેન્‍જ આઈ જી દોડી આવ્‍યા અને અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનાઓ આપવામાં આવી.

આઈ.જી સંદીપસિંઘ ધ્રાંગધ્રાની મુલાકાતે પહોંચ્‍યા હતા અને ૨૪ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો રેન્‍જ .આઈ.જી ના આદેશ બાદ મોડી રાત્રે આઠ ઇસમોને પોલીસે ઝડપી લીધા છે અને કાર્યવાહી હાથ ધરી છે ત્‍યારે ઉલ્લેખનીય છે કે હજુ પણ ૧૬ જેટલા લોકો પોલીસ પકડથી દૂર છે ત્‍યારે ઉલ્લેખનીય છે કે તેમની શોધ ખોળ પણ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ અને એસઓજી પોલીસે હાથ ધરી છે. 

(12:21 pm IST)