Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

બગસરા ડેપો દ્વારા એકસપ્રેસ બસ કાર્યક્રમમાં ફાળવી દેવાતા પરેશાની

બુકિંગ કરેલ રુટ પણ કેન્સલ કરાતા લોકોમા રોષ

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૩૦: ભાવનગર ખાતેના કાર્યક્રમમાં બગસરા ડેપો દ્વારા અગત્યના એકસપ્રેસ રૃટ બંધ કરી દેવાતા અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અગત્યના એકસપ્રેસ રૃટો પણ બંધ કરી દેવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.  તા.૨૮ અમદાવાદ, સુરત, શિરડી, સહિતના કુલ ૪ રુટ, તા.૨૯ ના રોજ દાહોદ, અમદાવાદ, સુરત, કૃષ્ણનગર, મહુવા વગેરે મળી કુલ ૮ રુટ બંધ કરી દેવામાં આવ્યા હતા. અનેક રૃટમાં મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ પણ લઈ લેવામાં આવેલો હતો તેઓને પણઙ્ગ હેરાનગતિ ભોગવવાનો વારો આવતા આ મુસાફરો રોષે ભરાયા હતા. બીજા જિલ્લામાં પણ મોદીના કાર્યક્રમમાં બસ હતી પરંતુ ત્યાં કોઈ એકસપ્રેસ બસ કાપવામાં આવી ન હતી અને રેગ્યુલર રૃટ જ ચાલુ હતા માત્ર બગસરામાં જ આવી ઘોર બેદરકારી જોવા મળી હતી તંત્ર દ્વારા પોતાની સારી કામગીરી દેખાડવા માટે અણ-ધણ રીતે એકસપ્રેસ રુટ બંધ કરી દેવામાં આવતા અનેક મુસાફરો હેરાન થવાનો વારો આવ્યો હતો. ૧૦ બસો જેટલી રીપેરીંગ કરવા ધૂળ ખાય છે બગસરા માં મિકેનિક નીઙ્ગ બેદરકારી કારણે ૮ થી ૧૦ બસો રીપેરીંગ કરવા વાટેે ધૂળ ખાય છે

(12:25 pm IST)