Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મીઠાપુરમાં પીઆઇ સી.એલ. દેસાઈ દ્વારા શ્રી આશાપુરા માતાજીની આરતી કરાઇ

મીઠાપુર :  હાલમાં પવિત્ર નવરાત્રીનાં દિવસો ચાલી રહ્યા હોય માતાજીની આરાધના કરવા માટે આખા દેશનાં લોકો અલગ અલગ રોતે માતાજીની પૂજા કરી રહ્યા હોય છે ત્યારે મીઠાપુર માં આવેલા પ્રાચીન અને લોકોની આસ્થા સાથે સંકળાયેલા શ્રી આશાપુરા માતાજીનાં મંદિરમાં કે જ્યાં આજ પણ પ્રાચીન પઘ્ધતિથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં ત્રીજા નોરતે મીઠાપુર પીઆઇ સી. એલ. દેસાઈ દ્વારા માં આશાપુરાની આરતી કરવામાં આવી હતી. જેમાંે તેમનો સ્ટાફ પણ જોડાયો હતો. આ તકે તેમના દ્વારા પ્રજાની સુખાકારી અને સૌને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર)(

(12:34 pm IST)