Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ધોરાજીની રોકડીયા હનુમાન ગરબી

 ધોરાજી : રોકડીયા હનુમાન ગરબી મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીને નિહાળવા આજુબાજુના વિસ્તારમાંથી લોકોની જનમેદની ઉમટી પડે છે. આ ગરબીની બાળાઓ દ્વારા વેશભૂષા, અભીનય, તથા વિવિધ પ્રકારના રાસોનું આયોજન કરવામાં આવે છે. રોકડીયા હનુમાન ગરબી મંડળના યુવાનો દ્વારા વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોની ઉજવણી તથા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.   રોકડીયા હનુમાન ગરબીને સફળ બનાવવા પ્રમુખ જીતુભાઇ વઘાસીયા, ઉપપ્રમુખ કલ્પેશભાઇ હીરપરા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.(તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(12:44 pm IST)