Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વિસાવદર લાયન્સ કલબના સેક્રેટરી દ્વારા પૌત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૦ : લાયન્સ કલબ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલે પોતાનાં પૌત્ર ચિ. રમ્ય કૌશિકભાઈ ગોહેલનાં જન્મદિવસે સાંઈનાથ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી માંડાવડનાં ચેરમેન ગિજુભાઈ વિકમાનાં માર્ગદર્શન હેઠળ પૂ. મુકતાનંદજી બાપુ દ્વારા સંચાલિત બ્રહ્માનંદધામ ખાતે વૃદ્ઘાશ્રમ, પ્રજ્ઞાચક્ષુ,મનોદિવ્યાંગો તેમજ સંતો સહિતનાને સાંધ્ય ભોજન સમયે લાડું અને ગાંઠીયા પીરસી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે લાયન્સ કલબનાં પ્રેસિડેન્ટ ચંદ્રકાન્ત ખુહા,, ટ્રેઝરર ભાવેશભાઈ પદમાણી ઉપસ્થિત રહેલ.આ સેવાયજ્ઞમાં સંસ્થાનાં ડો. કમલેશભાઈ જોશી સિનિયર મેનેજર ભોગીભાઈ પટેલ સહભાગી બન્યા હતા.

(1:54 pm IST)