Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

હાઉસીંગ ફાઇનાન્સ કોર્પોરેશનની ૬૩મી સભા યાદગાર બની રહી

જુનાગઢ, તા.૩૦: ગુજરાત રાજ્ય હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની ૬૩મી  સાધારણ સભા અમદાવાદ ટેકસટાઇલ એસોસિએશન હોલ , આશ્રમ  રોડ ખાતે મળી હતી,  આ સભા અગાઉની બધી જ સાધારણ સભા ઓ કરતા અલગ  એ  રીતે બની રહી કે સંસ્થા પર લગભગ ૨૬૦૦ કરોડનું  ન્.ત્.ઘ્  અને  હુડકોનું દેવું સ્વ. ભાવનાબેન ચિખલીયા અને વાડીભાઈ પટેલની દોરવની નીચે મોદીજી અને ભારત સરકારના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ તે સમયના  નાણા મંત્રી અરુણ જેટલી જી રૃપાલા જી ની મદદ થી આ દેવાની ચુકવણી હપ્તાવાર થયેલ જેનો  છેલ્લો હપ્તો તારીખ ૩૦-૦૬-૨૦૨૨  ના દિવસે સંસ્થાના ચેરમેનના હસ્તે સંપૂર્ણપણે દેવામાફી નો ચેક આપેલ માટે આ સાધારણ સભા ઐતિહાસિક સાધારણ સભા હતી.

આ સાધારણ સભામાં અનેકવિધ  નવા ઠરાવો પસાર કરવામાં આવ્યા અને ભારત સરકારના સહકારસે  સમૃધિ સૂત્રને સાકાર  કરતા અને સહકારી પ્રવૃત્તિના પ્રણેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બીપીનભાઈ પટેલ (ગોતા) ભારતીય જનતા પાર્ટીના સહકાર સેલના સંયોજક તથા ગુજ.કો માર્શલ ના વાઈસ ચેરમેન અને ઓલ  ઇન્ડિયા ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા,  મહેશભાઈ પટેલ,  સાબરકાંઠા ડીસ્ટ્રીક કો-ઓપરેટીવના ચેરમેન જીગ્નેશ ભાઈ સેવક,  ધારાસભ્ય લુણાવાડાને સન્માનિત  કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અગ્રણી  અને સહકારીતા ના ભીષ્મપિતા ઉપરાંત પૂર્વ સહકાર મંત્રી ઘનશ્યામભાઈ અમીન અને વાડી ભાઈ  પટેલ સંસ્થાના બધા જ ડિરેકટર શ્રી ઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન  ડો. ડી.પી. ચીખલીયા અને  સંસ્થાના મેનેજિંગ ડાયરેકટર સૂરપાલ  સિંહ ઝાલાની દોરવણી નીચે સંસ્થાના બધા જ કર્મચારીઓ તેમજ જુનાગઢ થી પધારેલ આ સંસ્થાને મદદ  કરતા  પ્રત્યુષ જોષી,  આદિત્ય મહેતા, પ્રભુદાસભાઈ પીછાવડીયા, વિજય રાઠોડ, ઉમેદ ગામી,  તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી નિશાબેન હેમલભાઈ નાણાવટીએ કર્યું હતું.

(1:56 pm IST)