Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પોરબંદરના બળેજ અને ઉંટડા બન્‍નેમાં ગેરકાયદે ખનીજ ખાણો ઉપર દરોડાઃ પપ લાખનો મુદ્દામાલ ઝડપાયો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ : તાલુકાના બળેજ અને ઉંટડા બન્ને ગામોમાં ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણો ઉપર જિલ્લા ખનીજ તંત્રએ દરોડો પાડીને પથ્‍થર કટીંગના ૮ મશીન, ર જનરેટર અને હીટાચી મશીન સહિત પપ લાખનો મુદામાલ ઝડપી લીધો છે. ગેરકાયદે ખનીજ બાંધકામની માપણી બાદ ખનીજ ચોરીનો આંકડો બહાર આવશે.

ખાણ ખનીજ વિભાગની ટીમે માધવપુર નજીકના બળેજ અને ઉંટડા ગામે ગરકાયદે ધમધમતી ખનીજ ખાણો ઉપર દરોડો પાડયો હતો. જેમાં બળેજ  ગામે બે  ખાણોમાંથી પાંચ ચકરડી (કટીંગ મશીન), એક જનરેટર અને એક હીટાચી મશીન મળી ૪પ લાખનો મુદામાલ પકડી પાડયો છે.ઉટડા ગામે પણ ચેકીંગ દરમ્‍યાન એક ગેરકાયદે ખાણ ઝડપાયેલ અને ત્રણ કટિંગ મશીન અને એક જનરેટર સહિત દસ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બન્ને સ્‍થળોએથી ઝડપાયેલ મુદામાલ નવીબંદર પોલીસ સ્‍ટેશન ખાતે સોપવામાં આવ્‍યો છે.

ખાણખનીજ વિભાગ દ્વારા ત્રણેય ખાણોની ખાણોની માપણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદે ખાણમાં થયેલ ખોદકામની માપણી બાદ ખનીજ ચોરીનો આંકડો બહાર આવશે.

(1:59 pm IST)