Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પોરબંદરઃ ડ્રગ્‍સના ગુન્‍હામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

પોરબંદર તા. ૩૦ : ડ્રગ્‍સના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી કીલોલ મનહરલાલ જોષી (ઉ.૩૮) રે. મુળ અમદાવાદવાળાને એસ.ઓ.જી.એ પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્‍જના ઇ/ચા.નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓની સુચના દ્વારા પોરબંદર જીલ્લા નાર્કોટીકસના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને પકડવા અંગેની ઇ/ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર એચ. બી. ધાંધલ્‍યાનાઓએ સુચના આપવામાં આવેલ જે સુચના આધારે ઉદ્યોગનગર પો.સ્‍ટે. એન. ડી.પી.એસ.કલમ ૮ (સી) ર૦ બી, ર૯ મુજબના આરોપી કિલોલ જોષી અમદાવાદ હોવાની એ.એસ.આઇ. કે. બી. ગોરાણીયા તથા પો.હેડ.કોન્‍સ આર. એસ. આઇ. ચાંઉ તથા પો.કોન્‍સ સમીરભાઇ જુણેજાનાઓની સંયુકત બાતમી  આધારે અમદાવાદ ખાતે સદર જગ્‍યાએ એસ. ઓ. જી.ટીમને રવાના કરેલ અને અમદાવાદ ખાતે તેના રહેણાંક મકાનેથી કીલોલ મનહરલાલ જોષી (ઉ.૩૮) રહે. અમદાવાદવાળાને પુછપરછ માટે પોરબંદર લાવતા પુછપરછ દરમ્‍યાન સદર મુદામાલ કબ્‍જે કરેલ તે પોતે આપેલ હોવાની કબુલાત આપતા મજકુરને સી.આર.પી.સી. ૪૧ (૧) (આઇ) મુજબ અટક કરી ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં ઇનચાર્જ પી.આઇ. એચ.બી.ધાંધલ્‍યા તથા એ.એમ.આઇ. કે.બી.ગોરાણીયા તથા પો.હેડ.કોન્‍સ રવિભાઇ ચાંઉ, મોહીભાઇ ગોરાણીયા, સરમણભાઇ રાીતયા તથા પોલીસ કોન્‍સ. વિપુલભાઇ બોરીચા, સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, સંજયભાઇ ચૌહાણ, ભીમાભાઇ દેવાભાઇ, તથા ડ્રા. એ. એસ. આઇ. માલદેભાઇ પરમાર તથા ડ્રા. પો.હેડ. કોન્‍સ ગીરીશ વરજાંગભાઇનાઓ રોકાયેલ હતા.

(2:01 pm IST)