Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

નરેન્‍દ્રભાઈ મોદી અંબાજી ખાતેથી ૬૧૮૦૫ આવાસોનું ઇ - લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે : જામનગર જિલ્લાના ૧૪ ગામડાઓમાં ૨૩ આવાસોના લાભાર્થીઓને મળશે ઘરનું ઘર

વડાપ્રધાન જાંબુડા ગામના બે લાભાર્થીઓ સાથે અંબાજી ખાતેથી સીધો સંવાદ કરશે : કુલ રૂ,૧૯૬૭ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આવાસો થકી ગુજરાત રાજ્‍યના ૬૦ હજારથી વધુ લાભાર્થીઓને પોતાનું ઘર મળશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : સપ્‍ટેમ્‍બર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી ૬૧૮૦૫ આવાસોનું ઇ - લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના ૨૩ આવાસોનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવશે. જે પૈકી ૦૯ એવા આવાસની પસંદગી કરવામાં આવી છે, કે જેના ગળહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવળત્તિઓનું અંબાજી, બનાસકાંઠા ખાતેથી જીવંત પ્રસારણ થશે. આ જીવંત પ્રસારણ માટે ૩૩ જિલ્લા પૈકી ૧૦ જિલ્લાને પસંદ કરવામાં આવ્‍યા છે. જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

જામનગર જિલ્લાના ૧૪ ગામડાઓમાં ૨૩ આવાસોનું આવતીકાલે વડાપ્રધાન શ્રી ઇ-લોકાર્પણ કરી ૯ ગામડાઓમાં થતી પ્રવળતિઓને વર્ચ્‍યુઅલ માધ્‍યમથી નિહાળશે. તેમજ જામનગર જિલ્લાના જાંબુડા ગામે રહેતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ  જ્‍યોત્‍સનાબા સબરવસિંહ ઝાલા તથા નારણભાઈ સુરાભાઈ રાતડીયા સાથે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અંબાજી ખાતેથી આવતીકાલ તા.૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે સીધો સંવાદ કરશે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમને ઉત્‍સવ તરીકે ઉજવવા માટે સરકાર દ્વારા તા.૨૭ થી ૨૯ સપ્‍ટેમ્‍બર દરમિયાન વિવિધ પ્રવળતિઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શ્રમદાન, જાહેર સ્‍થળોની સફાઈ, જળાશયો/અમળત સરોવરો, મંદિરોની આસપાસ  કચરાની સફાઈ, સ્‍વચ્‍છતા રેલી, શાળાઓમાં ચિત્ર સ્‍પર્ધાનું આયોજન, ભજન મંડળીઓ, લાઇટિંગ, સ્‍વચ્‍છતાની થીમ પર સાંસ્‍કળતિક કાર્યક્રમ, શેરી નાટક, ભવાઈ, સ્‍થાનિક મહિલાઓ દ્વારા લોકગીત પ્રસ્‍તુતિનું આયોજન, વળક્ષારોપણ, તોરણ/ફૂલોથી સુ-શોભન તેમજ ઘર આંગણે રંગોળી વગેરે જેવી વિવિધ પ્રવળતિઓ સામેલ છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલે અંબાજી ખાતેથી કુલ રૂ,૧૯૬૭ કરોડથી વધુના ખર્ચે  પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ૧૫૦૦૦ આવાસોનું લોકાર્પણ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ૩૧૫૫૫ આવાસોનું લોકાર્પણ તેમજ ૭૯૨ આવસોનું ખાતમુહૂર્ત કરશે. પંડિત દિનદયાલ ઉપાધ્‍યાય આવાસ યોજનાના ૩૦૨૬ આવસોનું લોકાર્પણ તેમજ ૩૮૮૮ આવાસોનું ખાતમહૂર્ત કરશે. ડૉ.આંબેડકર આવાસ યોજનાના ૧૭૪૩ આવાસોનું લોકાર્પણ તેમજ ૨૧૫૩ આવાસોનું ખાતમુહૂર્ત, આદિજાતિ વિભાગના ૧૪૦૦ આવાસોનું લોકાર્પણ તેમજ ૧૮૦૦ આવાસોનું ખાતમુહૂર્ત તથા ગુજરાત ગ્રામગળહ નિર્માણ બોર્ડના ૪૪૮ આવાસોનું લોકાર્પણ કરશે. જેના થકી ૬૦હજારથી વધુ લાભાર્થીઓને પોતાનું ઘર મળશે.

(2:08 pm IST)