Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

‘‘નવલા નોરતાની સંધ્‍યાએ સખીઓની સંગાથે'' જુનાગઢસ્ત્રી નિકેતન સંસ્‍થા દ્વારા ઉજવાયો નવરાત્રી મહોત્‍સવ

જુનાગઢ :સ્ત્રી-નિકેતન સંસ્‍થા જુનાગઢ દ્વારા ત્રીજા નોરતે સભ્‍ય બહેનો માટે આદ્યશકિત મા અંબાની આરાધના કરવા નવરાત્રિ મહોત્‍વનું આયોજન સંસ્‍થાના ચેરપર્સન મીનાબેન ચગ તથા વા. ચેરપર્સન તરૂબેન ગઢિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામા બહેનોએ લાભ લીધો હતો.

રાસોત્‍સવ સાથે વેલ-પ્‍લે સ્‍પર્ધાનું આયોજન પણ કરવામાં આવેલ જેમાં ઇનામોની વણઝાર થઇ હતી. બહેનો ની ઉંમરને અનુલક્ષી ત્રણ ગૃપમાં સ્‍પર્ધાનું આયોજન કરેલ ત્રણેય ગૃપમાં ૧૧-૧૧ ઇનામો આપવામાં આવેલ તે સાથે ભગવાનનો ચડાવતા મુગટની સ્‍પર્ધાનું પણ આયોજન કરેલ જેમાં મોટી સંખ્‍યામાં રર બહેનોએ ભાગ લીધેલ સ્‍પર્ધામાં પાંચ નંબર તથા દરેક સ્‍પર્ધાને પ્રોત્‍સાહન ઇનામો આપવામાં આવેલ. 

સંસ્‍થાના પ્રણેતા સ્‍વ. પદમાબેન શાષાી પરિવાર, આદરણીય શ્રી ઇલાબેન બારોડ, સાધનાબેન વોરા, ચેતનાબેન પંડયા, વિગેરે દ્વારા ઇનામો અપાયા હતા. સંસ્‍થાની કારોબારી દ્વારા ત્રણેય ગૃપમાં સાત સાત ઇનામો અપાયા હતા. 

સંસ્‍થાના સાત સાત ઇનામો અપાયા હતા. સંસ્‍થાના ચેરપર્સન મીનાબેન ચગ દ્વારા દરેક બહેનોને ઠંડી લચ્‍છી જયુસ બોટલ આપવામાં આવેલ.

નિર્ણાયક તરીકે શ્રૃતિબેન સાંગાણી, કલ્‍યાણીબેન પંડયા, ચેતનાબેન પંડયાની સાથે કારોબારી સભ્‍ય રશ્‍મિબેન વિઠ્‍લાણી ભાવનાબેન વૈશ્નવે સેવાઓ આપેલ. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી પ્રવિણાબેન વાઘેલાએ કરી હતી.

સંસ્‍થાના ચેરપર્સન-મોભી એવા મીનાબેન ચગનું સતત માર્ગદર્શન વા. ચેરપર્સન તરૂબેન ગઢિયાનું સતત અવલોકન  પ્રમુખ ક્રિષ્‍નાબેનની મહેનત, રશ્‍મિબેન વિઠલાણીનું સફળ સંચાલન, તથા સમગ્ર કારોબારીની જહેમતથી કાર્યક્રમ સફળતાના શિરમોર સમાન બની રહેલ.

કાર્યક્રમ ખુબ જ આનંદ અને ઉત્‍સાહ સભર વાતાવરણમાં ઠંડી લચ્‍છી જયુસની મોજ સાથે સંપન્ન થયેલ તેમ મંત્રી અનિલાબેન મોટીની યાદીમાં જણાવાયું છે.

(2:09 pm IST)