Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીના પંચાસર રોડ પર યુવાનની હત્યા કરનાર રીઢા ગુનેગારના રિમાન્ડ મંજુર.

હત્યાના આરોપીના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

મોરબીની પંચાસર ચોકડીએ સોમવારે મોડી રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા નીપજાવી હોય જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં રીઢો ગુનેગાર ઝડપાયા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે
મોરબીના વાવડી રોડ ભગવતીપરા વિસ્તારના રહેવાસી મનુભાઈ પાચાભાઇ અજાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભત્રીજા નવઘણ હરેશભાઈ અજાણાને પંચાસર રોડ પર મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા રહે પંચાસર રોડ ઘાંચી શેરી વાળાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા યુવાનનું મોત થયું હતું ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઇસમેં યુવાનને મોતને ઘાત ઉતારી દઈને ફરાર થયો હતો જે હત્યાના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા નામના ઈસમને ઝડપી લીધો છે
હત્યાના ગુન્હામાં ઝડપાયેલા આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું હતું જેની વિરુદ્ધ અનેક ગુન્હા નોંધાયેલા હોય જે આરોપીને ઝડપી લેવાયા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ગુરુવાર સાંજ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે

(9:03 pm IST)