Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોડીનાર પાલિકા સ્‍વચ્‍છતામાં બીજા સ્‍થાને

કોડીનારઃ સ્‍વચ્‍છ ભારત મિશન ૨૦૨૧ અંતર્ગત સરકાર શ્રી દ્વારા ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં સ્‍વચ્‍છતા માટેનું એક સર્વે કરવામાં આવ્‍યું જેમાં કોડીનાર નગરપાલિકાને ગુજરાત રાજ્‍યમાં શહેરની સ્‍વચ્‍છતા બાબતે (૨) બીજા ક્રમ ઉપર સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે. ઝોન બેઠકમાં ગુજરાત મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા પ્રાદેશિક કમિશનર શ્રી દહીયા દ્વારા કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ સુભાષભાઈ ડોડીયા તેમજ ચીફ ઓફિસર સંજયભાઈ ભટ્ટનું સન્‍માન કરેલ તે તસ્‍વીર

 

(10:18 am IST)