Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ૧.૭૫ લાખ ગુણી અને મરચાની ૨૦ હજાર ભારીની આવક

 ગોંડલ : નવી સિઝનમાં મગફળી અને મરચાની માર્કેટયાર્ડમાં વિપુલ પ્રમાણમાં આવક શરૂ થતા યાર્ડ ઉભરાઇ રહ્યુ છે. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાના જણાવ્યા મુજબ કાલે અને આજે સવારે મગફળીની એક લાખ પિચ્ચોતેર હજાર ગુણીની આવક થઇ છે. મગફળીના વીસ કીલોના ભાવ રૂ. નવસોથી બારસો છે. જ્યારે મરચાની પંદરથી વીસ હજાર ભારીની આવક થઇ છે. મરચાનો વીસ કીલોનો ભાવ રૂ. પાંચસોથી અઠ્ઠાવીસો છે. હાલ મગફળી તથા મરચાની આવક બંધ કરાઇ છે. (અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:28 am IST)