Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ભાવનગરમાં જુથ અથડામણ : વાહનો - ઘરમાં તોડફોડ

સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો બિચક્યો : ૫ શખ્સો સામે ગુન્હો

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૨૯ : ભાવનગર શહેરનાં રાણીકામાં જુથ અથડામણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રાણીકા વિસ્તારમાં સંચિત નિવાસ નજીક ગઇ રાત્રે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બે જુથ વચ્ચ્ે મારામારી થતાં નાસભાગ મચી ગઇ હતી અને બનાવની જાણ થતાં જ સી-ડીવીઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી.
બનાવ અંગે તાહીરભાઇ રફીકભાઇ શેખ એ ચિરાગ ઉંર્ફે સામો રાજેશભાઇ રાઠોડ, કેવલ, વિશાલ, કાળુ તથા રવિ નામના પાંચ શખ્સો વિરૂધ્ધ ગાળો બોલી તેના મોટરસાયકલને નુકસાન પહોંચાડી, ઘરના દરવાજા અને રીક્ષા ઉંપર તલવારના ઘા મારી નુકસાન કર્યા અંગેની ફરીયાદ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે તો સામાપક્ષે ચિરાગ ઉંર્ફે રામો રાજેશભાઇ રાઠોડએ તાહીર રફીકભાઇ શેખ, ઝહરભાઇ રફીકભાઇ સામે ગાળો આપી માર માર્યાની સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:27 am IST)