Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગોંડલ રાજકોટના બદતર હાઇવેને કારણે વાહન ચાલકો પરેશાન

ભરૂડી ટોલ નાકુ માથાના દુખાવા રૂપ

(જીતેન્દ્રઙ્ગ આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૯: ચોમાસુ વિદાય લઈ ચુકયુ છે.ભારે વરસાદથી રોડ રસ્તા ખરાબ બને એ સ્વભાવિક છે. પણ ચોમાસુ વિત્યા બાદ પણ મુખ્ય ગણાતા નેશનલ હાઇવે ની બદતર હાલત પ્રત્યે તંત્ર આંખ મિંચામણા કરે તે અસ્વભાવિક ગણાય.

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ની હાલત 'મગર ની પીઠ'સમી બનવા પામી છે.હાઇવે પર ઠેરઠેર મોટા ગાબડા વાહનોના ખાપીયા તોડ બની રહ્યા છે.ખાસ કરીને રીબડા અને શાપર કે શાપરથી આગળનો માર્ગ અત્યંત બદતર બન્યો છે.તાજેતર મા શાપર ઓવરબ્રીજ પાસે ગાબડા મા ટ્રક ફસાતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો,વાહનોનુ ફસાવુ તથા ટ્રાફિક જામ ની દ્યટનાઓ અહી રોજીંદી બની રહી છે.હાઇવે ઓથોરિટી દ્વારા હાલ થીગડા મરાઇ રહ્યા છે.પરંતુ તે રાહદારીઓની પરેશાની દુર કરવા મા સફળ બન્યા નથી. બદતર હાલત ના નેશનલ હાઇવે થી ત્રસ્ત વાહનચાલકો ભરુડી ટોલનાકાની ગેરવ્યવસ્થાથી વધુ ત્રસ્ત બની રહ્યા છે.ફાસ્ટટેગ ની સુવિધા અહી હાંસીપાત્ર બની રહી હોય તેમ બુથ પસાર કરવા વાહનો ની લાંબી કતારો લાગે છે.

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પરીવહન માટે ધોરીનશ ગણાય છે.આ માર્ગ પર થી વેરાવળ, સોમનાથ, દિવ, જુનાગઢ, પોરબંદર સહિત પર્યટન સ્થળોનો મોટાઙ્ગ ટ્રાફિકની આવન જાવન રહેછે.આ નેશનલ હાઇવે પરથી ધારાસભ્યો,સાંસદોની રોજીંદી આવન જાવન હોવા છતા પ્રજાના આ પ્રતિનિધિઓના પેટનુ પાણી હલતુનાં હોય લોકોમાં તિવ્ર આલોચના થઈ રહી છે.ટોલનાકાના ટ્રાફિક જામ તથા માર્ગની બદતર હાલત અંગે તાકીદે યોગ્ય પગલા લેવાય તેવી માંગ પ્રબળ બની છે.

(11:27 am IST)