Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોરોનાના નવા વાયરસના જોખમને ધ્યાને લઈને વાઈબ્રન્ટ સમિટ સ્થગિત કરવા અર્જુનભાઈની માગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૯ :. કોરોનાના નવા વાયરસના વધતા જોખમને ધ્યાને રાખીને દેશમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટ ભાજપ સરકાર સ્થગિત કરે તેવી માગણી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ માગણી ઉઠાવી છે.

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાને રાખીને વાયબ્રન્ટ સમિટ સ્થગિત કરવા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવેલ છે.

વાયબ્રન્ટ સમિટ માટે દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકી દેશોના પ્રતિનિધિઓને રાજ્યની ભાજપ સરકારે આમંત્રણ આપ્યુ છે અને અગાઉ કોરોના માટે ગુજરાતમાં દ્વાર ખોલવા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજવા જેવી ભૂલ ભાજપ સરકાર ફરી ન કરે તેમજ સરકારના ઉત્સવો અને તાયફાઓ કરતા ગુજરાતના લોકોનું સ્વાસ્થ્ય અને જીવન વધુ મહત્વનું હોવાનું અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવેલ છે.

(11:46 am IST)