Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઉનામાં પત્ની રીસામણે ચાલી જતાં પતિ કહ્યા વિના ઘેરથી ચાલ્યો ગયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૯: પત્ની સાથે અણબનાવ બન્યા બાદ પત્ની રિસામણે ચાલી જતાં તેનો પતિ સતેન્દ્રભાઇ ઘુસીયા ઘેરથી કોઇને કહ્યા વિના ચાલી જતાં તે ગુમ થયાંની જાણ પોલીસ સ્ટેશનમાં કરી છે.

પી.એસ.આઇ. ત્થા તપાસનીસ અધિકારી જે. વી. ચુડાસમાએ યાદીમાં જણાવેલ છે કે ઉના ભીમપરામાં રામેશ્વર ખાણ વિસ્તારમાં રહેતો મુળ ઉત્તર પ્રદેશનાં બલીયા જીલ્લાનાં ફેડ તાલુકાનાં લાલેજી ગામનો યુવાન સતેન્દ્રભાઇ લલનભાઇ ઘુસીયા (ઉ.વ. ૩૩) ગુમ થયો છે.

છેલ્લા પોણા બે વરસથી તેઓ ઉનામાં રહી મજુરી કામ કરે છે. તે ગત તા. ર૪નાં રોજ કોઇને કહ્યા વગર ચાલ્યો ગયો છે. તેમના ભાઇએ જણાવ્યા મુજબ સતેન્દ્રની પત્ની કંચનબેન સતેન્દ્ર અણબનાવ બનતા કંચનબેન માવતર ચાલી ગઇ હોય. રીસામણે હોય તેમ સતેન્દ્ર ઘણા સમયથી માનસીક તણાવમાં હોય કોઇને જાણ કર્યા વગર ચાલ્યા ગયા છે. તેમની ઉંચાઇ પાંચ ૬ ફુટ, બે ઇંચ, શરીરે શ્યામ વર્ણ છે. જમણા હાથે ઁ ત્રાજવાથી ત્રોફાવેલ છે. જે કોઇને માહીતી કે ભાળ મળે તેમણે ઉના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા યાદીમાં જણાવેલ છે.

(11:47 am IST)