Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને ૧૫૦૦ કિલો દાડમનો અન્નકૂટ

 વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમા આવેલ સૌનું આસ્થાનું પ્રતિક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે કાલે પ.પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી એવં પ.પૂજ્ય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી આરતી પૂજારી સ્વામી પ.પૂજ્ય શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ( ડી.કે.સ્વામી ) દ્વારા કરવામાં આવેલ એવં સવારે ૧૧ કલાકે ( ૧૫૦૦ કિલો દાડમના ફળનો અન્નકૂટ દાદાને ધરાવવામાં આવેલ હતો ) તેમજ મંદિરની યજ્ઞશાળા મા ભવ્ય દિવ્ય ''મારૂતિ યજ્ઞ'' આયોજન કરવામાં આવેલ જેના દર્શનનો હજારો ભકતજનોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો દાદાના દરબારમાં રવિવારના પણ હજારો ભાવિક ભકતજનોએ આરતીનો દર્શન નો તેમજ મારૂતિ યજ્ઞના દર્શનનો લાભ લઈ ભોજનાલયમાં હજારો ભાવિકોએ ''મહા પ્રસાદ'' લીધેલ હતો જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ.પૂ કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા પૂજારી સ્વામી શ્રી ડી.કે સ્વામીજીની યાદીમાં જણાવાયું છે. તસ્વીરમા ૧૫૦૦ કિલો દાડમના ફળનો અન્નકૂટ દાદાને ધરાવવામા આવેલ, તેમજ મારૂતિ યજ્ઞમાં કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા ભાવિકો તેમજ મંદિરમાં હેરી ભકતોની ભીડ જોવા મળે છે.

(11:48 am IST)