Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

માળિયા હાઈવે પર કારમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

મોરબી : માળિયા હાઈવે પર આવેલી હોટલ પાસે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૦૧ બોટલ સાથે પોલીસે આરોપીને ઝડપી લીધો છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટેલ પાસેથી કાર જીજે ૧૨ એકે ૮૪૪૨ ની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની ૦૧ બોટલ મળી આવતા દારૂ અને કાર સહીત ૧.૫૧ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી ભીખુભાઈ લખુભાઈ તુવર ( રહે આંબાપર તા અંજાર કચ્છ વાળા ) ને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)