Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીના મચ્છુ ડેમ પાસેના ઓવરબ્રિજના હાલ થયા બેહાલ, વાહનચાલકોને રોજનો ત્રાસ.

ત્રણ-ચાર વર્ષ પહેલા બનેલા ઓવરબ્રિજ બિસ્માર પ્રતિદિન હજારો વાહનચાલકોને મુશ્કેલી.

મોરબી જીલ્લો ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં મોરબીવાસીઓને સારા રોડ રસ્તાનું સ્વપ્ન આઝાદીના આટલા વર્ષો બાદ પણ સાકાર થયું નથી મોરબી શહેરના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા જોવા મળે છે એટલું જ નહિ મચ્છુ ૨ ડેમ પાસે ત્રણ-ચાર વર્ષ પહેલા જ બનાવેલ ઓવરબ્રિજ બિસ્માર જોવા મળી રહ્યો છે
મોરબીના મચ્છુ ૨ ડેમ નજીક કોઝવેમાં પાણી આવતા ચોમાસામાં મુશ્કેલી સર્જાતી હોય જેને પગલે તંત્ર દ્વારા અહી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જોકે ઓવરબ્રિજ બન્યાને થોડા વર્ષો જ વીત્યા છે ત્યારે ઓવરબ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જે રોડ પરથી પ્રતિદિન હજારો ઉદ્યોગપતિઓ, નોકરિયાત તેમજ વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે જોકે બ્રીજ પરના રોડમાં ડામર નીકળી ગયેલ જોવા મળે છે.

(11:54 am IST)