Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જુનાગઢમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાના માધ્યમથી જૂનાગઢ પોલીસે મોબાઇલ શોધી કાઢયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૯ : બોદર વિદુષીબેન ગોંવિદભાઇ જૂનાગઢ ખાતે રહેતા હોય અને નવી સીવીલ ખાતે નર્સીગ કોલેજમાં અભ્યાસ કરતા હોય. તા.૨૭/૧૧/૨૦૨૧ ના રોજ જુની સીવીલ હોસ્પિટલ ખાતેથી નવી સીવીલ હોસ્પિટલઙ્ગ અભ્યાસ અર્થે જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ. ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો MI કંપનીનો REDMI NOTE ૧૦ મોબાઇલ ફોન ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ, જેની કી. રૂ. ૧૩,૫૦૦ હોય. ઉકત મોબાઇલ ફોન પોતાના પિતાએ પરસેવાની કમાણીથી પાઇ પાઇ ભેગી કરી ખરીદેલ હોય, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, વિદુષીબેન અને તેમના સહ અધ્યાયીઓ વ્યથિત થઈ ગયેલ હતા. વિદુષીબેન દ્વારા આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.ં

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શકય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.ં

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટીની સુચના હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. રાહુલગીરી મેધનાથી, ચેતનભાઇ સોલકી તથા વુ.પો.કન્સ.સ્નેહાબેન જીલડીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બોદર વિદુષીબેન જે સ્થળેથી ઓટો રીક્ષામાં બેઠેલ તે સ્થળથી જયા ઓટો રીક્ષામાંથી ઉતરેલ ત્યા સુધીનાઙ્ગ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERAમાં ઓટો રીક્ષાના નંબર GJ 11 UU 0053 શોધી કાઢેલ.

તે ઓટો રીક્ષાના નંબર આધારે રીક્ષા ચાલક મનસુખભાઇ માધવજીભાઇ વેગડા હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. રીક્ષા ચાલકને પો.કો. રાહુલગીરી મેઘનાથી દ્વારા બીલખા ગેઇટ પાસેથી શોધી પૂછપરછ કરતા તેમને ઉકત મોબાઇલ પોતાની રીક્ષામા હોવાનો ખ્યાલ ન હોય તેમ જણાવતા પોલીસ સ્ટાફની હાજરીમાં તેની રીક્ષામાં ચેક કરતા રીક્ષામાં પાછળના ભાગમાં સીટની નીચે પડી ગયેલ હોય. નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફ દ્વારા બોદર વિદુષીબેનનો MI કંપનીનો REDMI NOTE મોબાઇલ ફોન કે જેની કી. રૂ. ૧૩,૫૦૦ છે, તે મોબાઇલ ફોન ગણતરીની મિનિટોમાં સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા રૂ. ૧૩,૫૦૦ ની કિંમતનો MI કંપનીનો REDMI NOTE ૧૦ મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને બોદર વિદુષીબેને જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

(12:50 pm IST)