Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સુરત ડીસીબી શાખાના ગોલ્ડ લોનના રૂ. અઢી કરોડના ફ્રોડના ગુન્હામાં એક વર્ષથી નાસતા બહેનને પકડી પાડતી મેંદરડા પોલીસ

જૂનાગઢ, તા. ૨૯ :. રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દરસિંહ પવાર, જીલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટીની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.વી. ડામોર, ડીવીઝનના સર્કલ પો. ઈન્સ.શ્રીના માર્ગદર્શન હેઠળ અત્રે જૂનાગઢ જીલ્લામાં તથા જીલ્લા બહારના ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપીઓને શોધવા જરૂરી સૂચન કરેલ હોય જે અન્વયે હકીકત મળેલ કે સુરત ડીસીબી શાખાના ગોલ્ડ લોનના રૂપિયા અઢી કરોડના ફ્રોડના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી બહેન હરીપુર ગામે પટેલ હોલી ડે ફાર્મમાં પતિ સાથે મકાન ભાડે રાખી રહે છે.

ખાનગી રાહે તપાસ કરાવતા મજકુર મહિલા બહેન હાજર મળી આવેલ હોય જેથી તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા સુરત ડીસીબી પો.સ્ટે. ખાતે રજી. થયેલ ગુ.ર.નં. ૦૦૮૯/૨૦૨૦ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ મુજબના ગુન્હાના આરોપી હોવાની કબુલાત આપેલ હોય જેથી સુરત ડીસીબી પો.સ્ટે. ખાતે જાણ કરવામાં આવેલ. આમ સદર સુરત ડીસીબી પો.સ્ટે. ખાતે ગોલ્ડ લોનના રૂપિયા અઢી કરોડના ફ્રોડના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ચેતનાબેન ભરતભાઈ ભનુભાઈ ઉસદળીયા પટેલ (ઉ.વ. ૩૬) રહે. હરીપુર ગામ પટેલ હોલી ડે હોમ તા. મેંદરડા, મૂળ રહે. બગડુ વેકરીયા પ્લોટ વિસ્તાર સામે કાર્યવાહી કરી છે.

આ ઉપરોકત કામગીરીમાં મેંદરડા પો.સ્ટે. પો.સબ ઈન્સ. કે.એમ. મોરી, પો. હેડ કોન્સ. જયેશભાઈ દયાશંકરભાઈ વિકમા તથા પ્રદ્યુમનસિંહ ગોવિંદભાઈ ઝણકાત તથા તુષારભાઈ અરવિંદભાઈ ગોંડલીયા તથા પો. કોન્સ. વનરાજભાઈ ભીખાભાઈ ચાવડા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, પો. કોન્સ. અનિલભાઈ બાબુભાઈ જમોડ, ડ્રા. પો. કોન્સ. માનસિંગભાઈ રામભાઈ ભલગરીયા વિગેરે સાથે મળી કરવામાં આવેલ હતી.

(1:02 pm IST)