Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જામનગરમા આર્થીક ભીંસથી કંટાળીને કિશોર ચંદ્રસીનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: અહીં ત્રણ માળીયા આવાસ, બ્લોક નં.૧ર, રૂમ નં.રર, જામનગરમાં રહેતા શાંતાબેન કિશોરભાઈ કન્નાડભાઈ ચંદ્રસી, ઉવ.ર૯, એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૮–૧૧–ર૦ર૧ ના આ કામે મરણજનાર કિશોરભાઈ કન્નાડભાઈ ચંદ્રસી, ઉ.વ.૩૯, રે. ત્રણ માળીયા આવાસ, બ્લોક નં.૧ર, રૂમ નં.રર, જામનગરવાળા નો ધંધો સરખો ચાલતો ન હોય અને ઘરમાં આર્થીક ભીંસ ચાલતી હોય જેથી આર્થીક સંકળામણથી કંટાળી જઈ પોતે પોતાના હાથે ઘરમાં અંદર આવેલ બારીમાં લોખંડની ગ્રીલમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જતા મરણ થયેલ છે.

ઉઘરાણીએ તલવાર–છરી લઈ આવેલા ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

જામનગર : અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં દિપકભાઈ ઉર્ફે દીપો ગોવિંદભાઈ ખીંચડા, ઉ.વ.૩૭, રે. દિ.પ્લોટ–પ૮, કષ્ણ કોલોની શેરી નં.પ–૬ વચ્ચે, પરાગ એપાર્ટમેન્ટ, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧૧–ર૦ર૧ ના ફરીયાદી દિપકભાઈને આરોપી ભાવેશ ભદ્રા, રે. જામનગરવાળો જુની લેતી દેતીના ૮,૦૦,૦૦૦/– માંગતો હોય જે બાબતનો ખાર રાખી કેળાની વખાર, સતાધાર ચોક, દિ.પ્લોટ–પ૮, જામનગરમાં ફરીયાદી દિપકભાઈ તથા સાહેદો બેઠેલા હોય ત્યારે આરોપીઓ ભાવેશ ભદ્રા, પરાગ ભદ્રા, કેતન ભદ્રા, હિરો ડાયમન્ડ, રે. બધા જામનગર વાળા ફોરવ્હીલ સ્વીફટ ગાડી અને હોન્ડા લઈને આવેલ જેમાં આરોપી ભાવેશ ભદ્રા ના હાથમાં છરી તથા આરોપી પરાગ ભદ્રા એ તલવાર લઈને આવી ફરીયાદી દિપકભાઈને તથા સાહેદોને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા સાહેદો પર હુમલો કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

રહેણાક મકાનમાં હાથફેરો કરતો તરસ્કર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈ મંગળસિંહ રાઠોડ, ઉ.વ.૪૩, રે. એરોડ્રામ રોડ, ડીફેન્સ કોલોની, ગાયત્રી મંદિર પાસે, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૧૧–ર૦ર૧ ના ફરીયાદી કલ્પેશભાઈ તેના સાળાના ઘરે રાત્રી સમયે ગયેલ ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરીયાદી કલ્પેશભાઈના રહેણાક મકાનમાં તાળા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરના કબાટ માંથી બે નંગ સોનાની ચેઈન, ત્રણ નંગ સોનાની વિટી, એક સોનાની નથડી, બે સોનાની કડી ત્રણ સોનાના પેન્ડન્ટ, ચાંદીના એક જોડી સાકળા અને ચાંદીની એક કંકાવટી મળી કુલ રૂપિયા ૭૭પ૦૦/– ના મુદામાલ ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સમાધાન માટે બોલાવી માર માર્યાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોહિતભાઈ કાનજીભાઈ ચાવડા, ઉ.વ.૧૯, રે. મહેશ્વરીનગર, ચોક નં.–ર, ત્રણ દરવાજા સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૧૧–ર૦ર૧ ના રાજપાર્ક સાંઈબાબા ના મંદિર પાસે, જામનગરમાં ફરીયાદી મોહિતભાઈને આરોપી રવિ કિશોરભાઈ પરમાર, રે.જામનગરવાળા એ સમાધાન માટે બોલાવી જેમ ફાવે તેમ ગાળો આપી એક ઝાપટ મારેલ તથા આરોપી પારસભાઈ સુભાષભાઈ માજુસા, રે. જામનગરવાળાએ પોતાની સાથે લાવેલ પ્લાસ્ટીકના પાઈપ વડે તથા આરોપી રવિ કિશોરભાઈ પરમાર, પરવેઝ, પારસ સુભાષભાઈ માજુસા એ મળીને ફરીયાદી મોહિતભાઈને હાથ, પગ, પીઠ તથા સાથળના ભાગે તથા પગના તળીયામાં જેમ ફાવે તેમ માર મારેલ બાદ ત્રણ અજાણ્યા ઈશમોએ પણ ફરીયાદી મોહિતભાઈને મારમારી મુંઢ ઈજા કરેલ બાદ આરોપી પારસભાઈ તથા રામ મદ્રાસી એ ઝાપટો તથા ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરેલ તથા આરોપી રવિ કિશોરભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ગાયને બચાવવા જતા ફોર વ્હીલ પલ્ટી ખાતા વૃઘ્ધાનું મોત

રાજકોટના વૈશાલીનગર રૈયા રોડ પર રહેતા નિલેશભાઈ મનહરલાલ જોષી એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૮–૧૧–ર૦ર૧ ના મરણજનાર રીટાબેન નયનકુમાર પંડયા, ઉ.વ.૬૦, રે. હનુમાન મઢી ચોક, છોટુનગર શેરી નં.૩, રાજકોટ વાળા તેમના પતિ સાથે જામકંડોરણા થી રાજકોટ તેમની ફોરવ્હીલ હોન્ડા સીટી ગાડી જેના રજી.નં. જી.જે.–૦૩–ડી.એન.–રપ૪પ ની લઈ ને જતા હતા ત્યારે નાનવડાળા ગામ થી નીકવા ગામ જવાના રસ્તે આવેલ ગોળાઈ પાસે રોડ પર પહોંચતા અચાનક રોડ પર ગાય આડી આવી જતા નયનભાઈ ગાયને બચાવવા જતા તેની ફોરવ્હીલ ગાડી રોડ ની નીચે ઉતરી જતા પલ્ટી ખાઈ જતા મરણજનાર રીટાબેન નયનકુમાર પંડયાને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(1:12 pm IST)