Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વિસાવદરના કોર્ટ બિલ્ડીંગ - કમ્પાઉન્ડમાં સાફસફાઇના હેતુસર વધુ સ્વીપરોની આવશ્યકતા : તાકીદે નિયુકિતની માંગ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૯ : ટિમગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી (પ્રમુખ : બાર એસોશીએશન)એ લેખીત રજુઆતમાં જણાવેલ છે કે, વિસાવદર કોર્ટ બિલ્ડિંગમાં છેલ્લા ઘણા સમયથી માત્ર બે જ કોન્ટ્રાકટ બેઇઝથી સ્વીપરની નિમણુંક કરવામાં આવેલ છે. વિસાવદર કોર્ટવિસ્તાર ખૂબ જ મોટો હોય અને તેના ગ્રાઉન્ડમાં પણ નિયમિત સાફસફાઈ કરવાની થતી હોય માત્રને માત્ર બે જ સ્વીપર હોવાના કારણે પહોંચી શકતા ન હોય અને તેના કારણે અવારનવાર ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા ભેગા થતા હોય અને બન્ને સ્વીપરો કોર્ટ કામગીરીની સાફ સફાઈમાં વ્યસ્ત હોવાના કારણે પહોંચી શકતા ન હોય આ હકીકતઙ્ગ ટિમ ગબ્બરના ધ્યાને આવેલ છે જેથી વિસાવદર કોર્ટ કમ્પાઉન્ડ માં સાફ સફાઈ માટે તથા કોર્ટની સાફ સફાઈ માટે વધારાના બે સ્વીપરો ફાળવવા ટિમ ગબ્બરની માંગ છે.

ગેસ સિલિન્ડરમાં સબસીડી વધારો

ટિમ ગબ્બરના કે.એચ.ગજેરા નયનભાઈ જોશીએ પેટ્રોલિયમ મંત્રી સહિત સબંધકર્તાઓને લેખીત રજુઆતમાં જણાવેલ છે કે,ભારતભરમાં માર્ચ - ૨૦૨૦થી લોકડાઉનમાં પોતપોતાના કામ ધંધા રોજગાર બંધ હતા.અત્યારે માંડઙ્ગ ધંધા અને રોજગાર ચાલુ થયા છે.અને માર્ચ-૨૦૨૦ પહેલા સમગ્ર દેશમાં વર્ષના ૧૨ ઘરેલુ ગેસના સિલિન્ડર પર અપાતી સબસીડી પણ આવા કપરા સમયમાં સંપૂર્ણ બંધ કરી દીધી છે.અને જયારે મિલ્કત ખરીદતા લોકોને ૨.૬૭ લાખની સબસીડી આપવામાં આવે છે.અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને બે ટંક ભોજન માટે અને કાયમી જીવન જરૃરિયાતની ચીજ વસ્તુઓમાં ગણાતી ગેસ સબસિડી બંધ કરવામાં આવે છે.જેને કારણે નાના અને મધ્યમ વર્ગના લોકોને ઘરખર્ચ માટે પૈસા ન હોય તો પણ આવા નિર્ણયને લીધે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ૨૦૧૪ પહેલા ગેસ સિલિન્ડરની કીમત ૩૬૦ /-૨૦૧૫માં ગેસ સિલિન્ડરના ભાવ ૩૯૫ થયો હતો ત્યારે પણ ૨૭૪.૬૮ સબસીડી આપવામાં આવતી હતી.૩૬૦રૃ.માં પડતો ગેસ બાટલો હાલ ૯૦૫ માં મળતો થઈ ગયોછે.આમ છતાં અત્યારે સબસીડી આપવામાં આવતી નથી. પ્રજાને આવા સમયે રાહત આપવાને બદલે વધુ ભાવને કારણે મોટું નુકસાન થાય છે.હાલમાં ગેસ સિલિન્ડર પર આપવામાં આવતી સબસીડી બંધ કરેલી છે જે સત્વરે જનતાના હિતમાં યોગ્ય નિર્ણય લઈ અને ફરી દરેક ગેસ સિલિન્ડર પર સબસિડી ગ્રાહકના ડાયરેકટ બેંક ખાતામાં આપવા ટીમ ગબ્બરની માંગ છે.

રેશન કાર્ડધારકોને ઘરે બેઠા અનાજનો જથ્થો આપો

ટીમ ગબ્બરના કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ સત્ત્।ાવાળાઓને લેખીત રજુઆતમાં જણાવેલ છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણાં વર્ષોથી રેશનકાર્ડ ઉપર આપવામાં આવતો અનાજનો જથ્થો જે તે દુકાનદાર વેપારીને ત્યાં દુકાનોમાં લેવા જવો પડતો હોય અને તેના કારણે ગરીબ લોકોને ખૂબ જ અગવડતા પડતી હોય અને કલાકો સુધી અનાજ તથા અન્ય જથ્થો મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હોય તેના કારણે ગરીબ લોકોની આખા દિવસની મજૂરી પડતી હોય અને સમયાંતરે જથ્થો આવેલ ન હોય તો એક દુકાને બે થી ત્રણ વાર જુદા જુદા માલ લેવા માટે પણ જવુ પડતુ હોય અને અનેક વખત દુકાનો પણ બંધ હોય તેથી ગરીબ લોકોને અગવડતા ઉભી થતી હોય છે ત્યારે મુંબઈ જેવા રાજયમાં જે પ્રકારે અનાજ વિતરણ વ્યવસ્થા છે તે રીતે સસ્તા અનાજના વેપારી તેમનો જથ્થો જે તે ગ્રાહકને તેમના નિવાસ સ્થાને અગાઉથી જાણ કરી વ્યાજબી/ટોકન રકમ લઈ પહોચાડી આપે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેમજ અપંગતા સર્ટી.ધરાવતા લોકોને બી.પી.એલ.યાદીમાં સમાવવા ટિમ ગબ્બરની માંગ છે. પંડિત દિનદયાળ યોજનાનો માલ વેંચતા વેપારીને પણ આ અંગેનું યોગ્ય કમિશન આપવામાં આવે તેઙ્ગ જરૃરી છે.

કોંગ્રેસનો ટેકો

વિસાવદરમાં બંધ થયેલ તમામ મીટરગેજ ટ્રેનો પુનઃ ચાલુ કરવા માટે બે થી ત્રણ વખત જનરલ મેનેજર, ભાવનગર,તથા મુંબઈ ચર્ચગેટ ખાતેની પશ્ચિમ રેલવે વિભાગ તથા છેલ્લે રેલવે બોર્ડના ચેરમેનને રજુઆત કરી બંધ થયેલી તમામ ટ્રેનો કોરોનાને કારણે બંધ છે તે ચાલુ કરાવવા માટે માંગણીઓ કરેલી અને છેલ્લે અમુક ચોક્કસ મુદાની આર.ટી.આઈ દ્વારા માંગણી પણ કરેલી એમ છતાં રેલવે તંત્રએ કોઈ બાબતે સહકાર નહિ આપતા જુદા જુદા શહેરો-ગામોમાંથી રજુઆત કરવા છતાં રેલવે તંત્રના પેટનું પાણી હલ્યુ નથી ત્યારે સમગ્ર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત સંસ્થાઓ ઉપરાંત વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડદોરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ જોશી તથા ટિમ ગબ્બરની વિવિધ ટિમો સુરત, અમરેલી, નવસારી, વડોદરા, ગિરસોમનાથ, જુનાગઢ તથા અન્ય તમામ સસ્થાઓએ પણ વિસાવદરથી ૧લી ડીસેમ્બરથી શરૃ થનાર રેલ્વે આંદોલનને ટેકો જાહેર કરેલ છે.

વિના મુલ્યે નેત્રયજ્ઞ યોજાયો

વિસાવદર આર્ય સમાજ તથા પૂ.રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ-રાજકોટ આયોજિત વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય શ્રી કૃષ્ણ ગૌશાળાના સંચાલક અમિતભાઈ હિરપરા, કિશોરભાઈ સાગઠીયા, કાલસારી ગૌશાળાના સંચાલક રાજેશભાઈ સોની, વિસાવદર શહેર યુવા અગ્રણી સમિરભાઈઙ્ગ સૈયાગોર, હીરેનભાઇ કોટક, કેતુલભાઈ કાનાબાર, બી.આર. બાબરીયા હાજર રહ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણીએ જણાવ્યું કે,આરોગ્યલક્ષી કાળજી રાખીને આપણે આપણું તન મનને તંદુરસ્ત રાખવા માટે વિનામૂલ્યે યોજાતા કેમ્પનો લાભલઈને સ્વસ્થ રહેવું જોઈએ.હાલ મોતિયાના ઓપરેશનનો સરેરાશ ખર્ચ ૧૫ થી ૨૦ હજાર રૃપિયા થાય છે તે આવી સામાજિક સંસ્થા વીસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્યે મોતીયાનાઙ્ગ ઓપરેશનમાં દર્દીને લઇ જવા, મૂકી જવાના, રહેવું જમવું, કાળા ચશ્મા તથા ઓપરેશન પછીની કાળજી માટે દવાની સેવા કરે છે તે ખરેખર પ્રશંસનીય છે. સરકાર તથા જીલ્લા પંચાયતના સ્તરે અમારા લાયક સેવા હોય તો અમને અવશ્ય શુભ કાર્યમાં સાથે રાખશો અને સાથે રહીશું તેવી ખાત્રી આપી હતી તેમની. વાજડીનાં નરેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં વિસાવદર કૃષ્ણ ગૌશાળાના સંચાલક અમિતભાઇ હિરપરાએ કહ્યું કે,વર્તમાન સમયમાં ગૌ સેવા અને ગૌ પાલન ઘટતું જાય છે તે ઘણું જ દુઃખદ છે ઈકો શીસ્ટમ માટે જળ, જીવ, ઝાડનું જતન કરીએ અને ગોપાલનને પ્રોત્સાહન આપવું જોઇએ તેવી પ્રેરણાદાયી વાત કરી હતી. કેમ્પમાં કુલ ૧૪૮ દર્દીઓની ઓપીડી થયેલ અને ૫૮ દર્દીઓનેઙ્ગ તે મોતિયાના ઓપરેશન થયેલ હતા.કેમ્પને સફળ બનાવવા માટે જીતુપરી (ભોલેનાથ બાપુ), જેરામભાઈ સંઘાણી પ્રેમપરા, બીઆર બાબરીયા, મણીભાઈ રીબડીયા ,મુકેશભાઈ લાખાણીઙ્ગ રતાંગ, હાર્દિકભાઈ વીઠલાણીએ જહેમત ઊઠાવી હતી. પૂ.રણછોડદાસજીબાપુ હોસ્પિટલના તજજ્ઞ પ્રવીણભાઈ રાઠોડે સેવા આપી હતી. સમગ્રઙ્ગ કેમ્પનું સફળ સંચાલન આર્ય સમાજ પ્રમુખ સુધીરભાઇ ચૌહાણે કર્યુ હતું.

જેતલવડ બસની સુવિધા આપો

વિસાવદર તાલુકા પંચાયતની જેતલવડ બેઠકના સદસ્ય અરવિંદકુમાર નાથાલાલ મહેતાએ જૂનાગઢ વિભાગીય નિયામક એસ.ટી.વિગેરેને તથા વાહન વ્યવહાર મંત્રી, મુખ્યમંત્રી વિગેરેને લેખીત રજૂઆત કરી જણાવેલ છે કે, જૂનાગઢ બગસરા રૃટની એસ.ટી.બસ વાયા જેતલવડ, કાંકચીયાળા, થોડાસણ, ભટ્ટ વાવડી, સુડાવડ, શાપર,બગસરાની ચાલતી હતી. જે ઘણા સમયથી બંધ હતી તેથી તેઓએ નાયબ કલેકટર સમક્ષ સંકલન સમિતિમાં મુકી રજુઆત કરેલ જેમાં એસ.ટી.તંત્રના અધિકારીઓએ હાજર રહી એસ.ટી.બસ ચાલુ કરતા લેખીત આપેલ હોવા છતા બસ ચાલુ છે પણ આવતી નથી તે ભલગામથી સીધી જ વિસાવદર જતી રહે છે. બગસરા વાળી બસ બંધ છે. જેના કારણે આ વિસ્તારના વિદ્યાર્થીઓને ખુલ્લી રીક્ષામાં આવતા હોય ભારત દેશના ભાવિને દરરોજ રીક્ષામાં અકસ્માતના ભય નિચે અપડાઉન કરવું પડતું હોય આ બાબતે રજુઆત કરવા છતા કોઈ ઉકેલ આવતો નથી.આ વિસ્તારના તમામ લોકો દ્વારા વિસાવદર એસ.ટી.જૂનાગઢ વિભાગીય નીયામક એસ.ટી.ડેપો તથા બગસરા ડેપો સામે ઉગ્રઆંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારેલ છે. આ બાબતે દિન-૧૦માં બન્ને બંધ થયેલી એસ.ટી.બસો ઉપરોકત રૃટમાં ચાલુ કરવામાં નહી આવે તો ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહીષ્કાર કરવાની પણ ચિમકી સદસ્ય અરવિંદ મહેતાએ ઉચ્ચારી છે.

'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યો

વિસાવદરઙ્ગ મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે ટેલીવીઝન પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 'મનકી બાત' કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણીક દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ ઓસમાણભાઈ હમીરકા, દાઉદભાઈ મોદી, વજુભાઇ અજાણી, ગણશભાઈ ગોસાઇ વિગેરેએ સાંભળ્યો હતો અને સૌએ નમો એપ ડાઉનલોડ કરી હતી.

(1:01 pm IST)