Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વિસાવદર પાસે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯ : વિસાવદર પાસે બાઇક સ્લીપ થતા યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું.

ભેસાણના ચુડા ગામના વતની અને હાલ વિસાવદરના ખોડીયારપરમાં રહેતા રજીવભાઇ ખીમજી રાઠોડ (ઉ.૩૦) નામનો યુવાન તેનાં મોટર સાયકલ પર બેસીને જઇ રહ્યો હતો.

ત્યારે વિસાવદર નજીક બાઇક સ્લીપ થતા રવજીભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થત પોલીસ જમાદાર ડી.એન.ચારીયાએ તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)