Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ધોરાજી પોલીસે 336 નંગ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લીધો

ઇગ્લીસદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી પોલીસ

( કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસે 336 નંગ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લીધો  હતો

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા  તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.સાગર બાગમાર ઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. પી.કે.શામળા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલંગમાં હતા દરમ્યાન બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે ધોરાજી મા રહેતા (૧) શકિલ સતારભાઇ મીનીવાડીયા તથા (૨) સાજીદ સતાર મીનીવાડીયા રહે. ધોરાજી વાળા ફોરવ્હીલ ગાડી નંબર GJ-16-BG-1149 વાળીમા ઇગલીસદારુ ભરી આવનાર છે જે અન્વયે વોચમાં રહી સદરહુ ગાડીમા ભારતીય બનાવટનો ઇગ્લીસ દારુ સાથે સાજીદ સતાર મીનીવાડીયા( રહે, ધોરાજી વાળો) મળી આવતા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરાવેલ છે
જેમાં  સાજીદ સતારભાઇ મીનીવાડીયા જાતે પીંજારા (ઉ.વ.૨૧)( રહે. ધોરાજી ચમાલીપા બજરીયા વાડી શેરી વાલા )ને ઝડપી લીધો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી શકિલ સતારભાઇ મીનીવાડીયા રહે. ધોરાજી ચમાલીપા બજરીયા વાડી શેરી વાળાને પકડવો બાકી છે
કજે કરેલ મુદામાલ (૧) બ્લેન્ડર પ્રાઇડ અબ્રા પ્રીમીયમ વ્હિસ્કી કંપની શીલ પેક બોટલ નંગ ૩૬ કી.રૂ.૩૦, ૬૦૦/- તથા MCDOWELLS NO-1 SUPERIOR WHISKY ORIGINAL વ્હિસ્કીની બોટલ નંગ ૩૦૦ કિ રુ ૧, ૧૨,૫૦૦ તથા એક મોબાઇલ ફોન કિ રૂ ૫૦૦૦ તથા મારૂતી સુઝુકી કંપનીની સ્વીફૂટ વી,ડી, આઇ ગાડી નંબર GJ-16-BG-1149 જેની કિ રૂ. ૨,૫૦,૦૦૦/ તથા ગાડીની આરસી બુક તથા પાન કાર્ડ તથા બીજી ગાડીની આર,સી,બુક જેના આર.ટી.ઓ રજી નંબર GJ-18-BL-8829 કી રૂ ૨૦/૦૦ મળી કુલ રૂપીયા રૂ.૩,૯૮,૧૦૦  નો મુદ્દામાલ કબજે કર્યો હતો ઈંગ્લીશ દારૂની રેડ માં ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા પી.એસ.આઇ પી.કે.શામળા  રમેશભાઇ બોદર (એ.એસ,આઇ)  પ્રદિપસંભાઇ સોલંકી પો.હેડ કોન્સ  બાપાલાલ ચુડાસમા પો.કોન્સ  અરવીંદસિહ જાડેજા પો.કોન્સ   શકિતસિહ જાડેજા પો.કોન્સ વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો
ઉપરોક્ત બનાવની તપાસ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ ચલાવી રહી છે

(7:20 pm IST)