Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી અન્વયે પાંચ શખ્શોની પાસા હેઠળ અટકાયત કરતી પોરબંદર એલ.સી.બી

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી-૨૦૨૧ અન્વયે પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેર, નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા તથા LCB PI એન.એન.રબારીનાઓના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પો.સ્ટે. ગુ.ર.ન. પાર્ટ “સી” ૦૮૧૮/૨૧ પ્રોહી.એકટ કલમ ૬૫(૧)બી, ૬૫ઇ, ૮૧, મુજબના ગુન્હાના આરોપી  હેમેન્દ્ર ઉર્ફે હેમુ રામજીભાઇ  બાંડીયા( ઉ.વ.૨૧ ) ( રહે. ગરબી ચોક ખારવાવાડ પોરબંદર ) અરજણ મેપાભાઇ મોરી (ઉ.વ.૨૨ ) (રહે. આદિત્યાણા નવાપરા તા.રાણાવાવ જી.પોરબંદર) રૈયા જીવાભાઇ ગુરગુટીયા(ઉ.વ.૨૧) ( રહે. આદિત્યાણા નવાપરા તા.રાણાવાવ જી.પોરબંદર) રમેશ ઉર્ફે ભુરો રામાભાઇ કોડીયાતર( ઉ.વ.૨૩)( રહે.આદિત્યાણા ગામ,બોરીચાના પાટીયા પાસે તા. રાણાવાવ  જી.પોરબંદર) કીર્તિમંદિર પો.સ્ટે. ગુ.ર.નં.પાર્ટ “એ” ૦૮૯૮/૨૧ આઇ.પી.સી.કલમ ૧૮૬,૧૮૯ તથા સાર્વજનીક મિલકતોને નુકશાન અટકાવાવાનો અધિનિયમની કલમ ૩ મુજબના ગુન્હાનો આરોપી સાગર ઉર્ફે ડબલુ મુળજીભાઇ મોતીવરસ(ઉ.વ.૨૦)(રહે. ખારવાવાડ હોળી ચકલા, પોરબંદર)ઓ વિરૂધ્ધમા કીર્તિમંદિર PI પી.જી.તીવારીનાએ પાસા દરખાસ્ત તૈયાર કરી,પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્રારા આ સામાવાળાને પાસા હેઠળ અમદાવાદ,વડોદરા,સુરત જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB-PSI એન.એમ.ગઢવી એ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ,વડોદરા,સુરત ખાતે મોકલી આપેલ છે.    

 આ કામગીરીમાં પોરબંદર કીર્તિમંદિર PI પી.જી.તીવારી, LCB PSI એન.એમ.ગઢવી, ASI જગમાલભાઇ વરૂ, WHC રૂપલબેન લખધીર તથા, PC હરદાશભાઇ મ્યાજરભાઇ, વિપુલભાઇ ઝાલા, મહેશભાઇ મુસાર નાઓ રોકાયેલ હતા.

(11:25 pm IST)