Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પોરબંદર ભુજ એસ.ટી. બસની બ્રેક ફેલ થતાં તુફાન જીપ સાથે અથડાઇ : જીપ દુકાનમાં ઘુસતા દોડધામ

સામખિયાણી ગામે થયેલ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૩૦:  પોરબંદરથી ભુજ આવી રહેલ એસટી બસની બ્રેક ફેઇલ થતાં સામખિયાળી ગામે અકસ્માત સર્જાયો હતો.

સદભાગ્યે જોકે, આ અકસ્માત મોટો થતાં અટકી ગયો હતો. બ્રેક ફેઈલ થયા બાદ બસે તુફાન જીપને હડફેટે લીધી હતી. બસની ટક્કરથી તુફાન જીપ દુકાનમાં ઘૂસી ગઈ હતી. રાત્રિનો સમય હોઈ ગામમાં લોકોની અવરજવર ઓછી હોઈ કોઈ વધુ નુકસાની થતાં અટકી ગઈ હતી.

જોકે, બસ જીપની ટક્કર સાથે બૂમાબૂમ સાથે થોડી અફડાતફડી સર્જાઈ હતી. બાદમાં લોકો એકઠા થઇ ગયા હતા.

(10:12 am IST)