Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યું

શહેરમાં વધુ એક કેસ નોંધાતા એકિટવ કેસની સંખ્યા વધીને ૪ થઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૦ : ભાવનગર જીલ્લો કોરોના મુકત થયા બાદ ફરી નવા કેસો નોંધાવાની શરૂઆત થતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. સોમવારે પણ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાતા હવે ભાવનગરની હોસ્પિટલમાં કોરોના ના એકટીવ કેસની સંખ્યા વધીને ચારે પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા પોઝિટિવ કેસનો કુલ આંક ૨૧૪૭૨ થયો છે. જે પૈકી હાલ ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૧૧૭૦ ડિસ્ચાર્જ થયા છે. અને ૨૯૮ના મોત નિપજયા છે.

(10:15 am IST)