Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ધોરાજીની સરકારી હોસ્‍પિટલમાં ૨ માસથી કુટુંબ નિયોજનના ઓપરેશનો બંધ

ધોરાજી, તા. ૨૯ :. સરકારી હોસ્‍પીટલ ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશનો છેલ્લા ૨ મહિનાથી ઓપરેશન બંધના કારણે ગરીબ પરિવારને આ માટે ખાનગી દવાખાને જવુ પડે છે.
સરકાર દ્વારા દરેક તાલુકા મથકોએ અઠવાડીયામાં કુટુંબ નિયોજન અંગેના કેમ્‍પો થતા હોય છે પણ સરકારી હોસ્‍પીટલ ખાતે કુટુંબ નિયોજનોના કેમ્‍પ બંધ કરેલ છે અને ગરીબ પરિવારોએ જણાવેલ કે તંત્ર દ્વારા ધોરાજીની સરકારી હોસ્‍પીટલ ખાતે જરૂરી સાધન સામગ્રી પુરી પાડી તાત્‍કાલીક કુટુંબ નિયોજનના ઓપરેશનો ચાલુ કરવા જોઈએ.
સરકારી હોસ્‍પીટલ ખાતે તાત્‍કાલીક કુટુંબ નિયોજનોના ઓપરેશનો ચાલુ કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્રભાઈ બાબરીયા અને ભોલા સોલંકીએ ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરેલ છે.

 

(10:20 am IST)