Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પોરબંદર જિલ્લામાં પાસા હેઠળ વધુ પાંચ શખ્સોની અટકાયતો

પોરબંદર,તા. ૩૦: જિલ્લા ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી-૨૦૨૧ અન્વયે પાંચ ઇસમોની પાસા હેઠળ અટકાયત એલ.સી.બીએ કરી છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈનીની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી-૨૦૨૧ અન્વયે પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.સી.કોઠીયા તથા એલસીબી પીઆઇ એન.એન.રબારી નાઓના માર્ગદર્શન હેઠળ

કીર્તિમંદિર પો.સ્ટે. ગુ.ર.ન.  પ્રોહી.એકટ કલમ ૬૫(૧)બી, ૬૫ઇ, ૮૧, મુજબના ગુન્હાના આરોપી  હેમેન્દ્ર ઉર્ફે હેમુ રામજીભાઇ બાંડીયા ઉ.વ.૨૧ રહે. ગરબી ચોક, અરજણ મેપાભાઇ મોરી ઉ.વ.૨૨ રહે. આદિત્યાણા નવાપરા,  રૈયા જીવાભાઇ ગુરગુટીયા  ઉ.વ.૨૧ રહે. આદિત્યાણા નવાપરા  તથા રમેશ ઉર્ફે ભુરો રામાભાઇ કોડીયાતર ઉ.વ.૨૩ રહે. આદિત્યાણા વાળાની તેમજ કીર્તિમંદિર પો.સ્ટે. ૦૮૯૮/૨૧ આઇ.પી.સી.કલમ ૧૮૬,૧૮૯ તથા સાર્વજનીક મિલકતોને નુકશાન અટકાવાવાનો અધિનિયમની કલમ ૩ મુજબના ગુન્હાનો આરોપી

સાગર ઉર્ફે ડબલુ મુળજીભાઇ મોતીવરસ  ઉ.વ.૨૦ રહે. ખારવાવાડ વાળાની વિરૂધ્ધમા કીર્તિમંદિર પીઆઇ પી.જી.તીવારી નાએ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી.અશોક શર્મા દ્રારા આ સામાવાળાને પાસા હેઠળ અમદાવાદ,વડોદરા,સુરત જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી એ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ,વડોદરા,સુરત ખાતે મોકલી આપેલ છે.    

કીર્તિમંદિર પીઆઇ પી.જી.તીવારી, એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી, એએસઆઇ જગમાલભાઇ વરૂ, મહિલા હેડ કોન્સ. રૂપલબેન લખધીર તથા, કોન્સ. હરદાશભાઇ મ્યાજરભાઇ, વિપુલભાઇ ઝાલા, મહેશભાઇ મુસાર નાઓ આ કામગીરીમાં રોકાયેલ હતા.

(10:31 am IST)