Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ચોટીલાના ભીમગઢમાં ખૂંટીયાની ઢીંકથી વૃધ્ધ કડવાભાઇ જાંબુડીયાનો જીવ ગયો

રાજકોટ તા. ૩૦: ચોટીલાના ભીમગઢમાં  રહેતાં કડવાભાઇ ટપુભાઇ જાંબુડીયા (ઉ.વ.૭૫) નામના વૃધ્ધને બે દિવસ પહેલા ગામમાં ખૂંટીયાએ ઢીંક મારી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. 

કડવાભાઇ ૨૮મીએ સાંજે છએક વાગ્યે ગામમાં ચાલીને જતાં હતાં ત્યારે ખૂંટીયાએ ઢીંકે ચડાવી દેતાં શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:23 am IST)