Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ચાઈનાથી આવતી ટાઇલ્સ ઉપર પ્રતિ સ્કવેર કૂટે રૂપિયા 10 રૂપિયા ટેક્સ નાખતા હવે દક્ષિણના રાજ્યોમાં મોરબીની ટાઈલ્સની માંગ વધવાની શક્યતા

મોરબી :વૈશ્વિક સ્પર્ધામાં ચીનને પછડાટ આપ્યા બાદ મોરબીના સિરામીક ઉદ્યોગકારો દ્વારા ચાઈનાથી ભારતમાં આયાત થતી ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા સાંસદ મારફતે કેન્દ્ર સરકારમાં ભાર પૂર્વકની રજુઆત કરાતા કેન્દ્ર સરકારે ચાઈનાથી આવતી ટાઇલ્સ ઉપર પ્રતિ સ્કવેર કૂટે રૂપિયા 10 રૂપિયા ટેક્સ નાખતા હવે દક્ષિણના રાજ્યોમાં મોરબીની ટાઈલ્સની માંગ વધવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે

ચાઈના દ્વારા મોરબીમાં ઉત્પાદન થતી સિરામીક ટાઈલ્સની તુલનાએ સસ્તા દરે ભારતના દક્ષિણી રાજ્યોમાં ટાઇલ્સ ઠાલવતું હોવાથી મોરબી સિરામીક એસોશિએશન દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારિયાને સાથે રાખી કેન્દ્રીય કોમર્શિયલ મિનિસ્ટર સમક્ષ ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવા માંગ ઉઠાવી હતી. જે અન્વયે કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર પ્રતિ સ્કવેર ફૂટ રૂપિયા ૧૦ જેટલી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે.
દરમિયાન ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવા મામલે સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી હતી અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની રજુઆત રંગ લાવી છે અને હાલમાં ચીનની ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવતા હવે મોરબીના ઉદ્યોગોને દક્ષિણના રાજ્યોમાં સારી માંગ નીકળવાની આશા છે

(11:40 am IST)