Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ધોરાજીમાં દારૂ સાથે સાજીદ પીંજારાની ધરપકડ : શકીલ મીનીવાડીયાની શોધખોળ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૩૦ : રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં  દારૂ - જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી સ્ટેશનના પો.ઇન્સ. એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. પી.કે.શામળા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી રાહે ચોકકસ હકિકત મળેલ કે ધોરાજીમાં રહેતા (૧) શકિલ સતારભાઇ મીનાવાડીયા તથા (ર) સાજીદ સતાર મીનાવાડીયા રહે. ધોરાજી વાળા ફોર વ્હીલ ગાડી નંબર જીજે ૧૬ બીજી ૧૧૪૯ વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી આવનાર છે જે અન્વયે વોચમાં રહી ગાડીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ સાથે સાજીદ સતાર મીનીવાડીયા રહે. ધોરાજી વાળો મળી આવતા ધોરાજી પોલીસ સ્ટેશનમાંગુનો રજી કરાવેલ છે. જયારે શકિલ સતાર મીનીવાડીયા રહે. ધોરાજી ચમાલીપા બજરીયાવાડી શેરી વાળાની શોધખોળ હાથ ધરેલ છે. પોલીસે રૂ.૩.૯૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી એચ.એ.જાડેજા પો. ઇન્સ. પી.કે.શામળા પો. સબ. ઇન્સ. રમેશભાઇ બોદર એ.એસ.આઇ. પ્રદિપભાઇ સોલંકી પો. હેડ કોન્સ. બાપાલાલ ચુડાસમા પો. કોન્સ. અરવિંદસિંહ જાડેજા પો. કોન્સ. શકિતસિંહ જાડેજા  પો. કોન્સ.એ કરી છે.

(12:35 pm IST)