Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામનગરના યુવકોને યુપીમાં અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવાયા

ગોંધી રાખીને ખૂનની ધમકી આપીને ખંડણી માંગી'તીઃ સીટી બી ડીવીઝન પોલીસે ગુપ્તરાહે ઓપરેશન પાર પાડીને અપહરણકારોને ઝડપી લીધા

(મુંકુદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ : જામનગરથી ઉતર પ્રદેશ ફરવા ગયેલા યુવકોને જામનગર સીટી બી ડીવીઝન પોલીસે ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડીને અપહરણકારોને ઝડપી લીધા છે.

પ્રાપ્ત માહિતી મુજબ એક પરિણીતાએ પોલીસને કરેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પતી અને તેમના મીત્ર ઉત્તર પ્રદેશ ફરવા માટે ગયેલ ત્યારે ત્યાંના કોઇ ઇસમે તેમનું અપહરણ કરી ગોંધી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે અને વારંવાર તેઓની પાસેરૂપિયાની ખંડણીની માંગણી કરે છે જે હકીકત આધારે તાત્કાલીક ફરીયાદ નોંધી લઇ ઉપરી  અધિકારીની સુચના તથા માર્ગદર્શન મુજબ સમગ્ર હકીકત ગુપ્ત રાખી રાહે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફના પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા પો.હેડ.કોન્સ મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ એસ.એમ.જાડેજા નાઓની ટીમને તાત્કાલીક ઉત્તર પ્રદેશ કાનપુર ગ્રામ્ય વિસ્તાર ખાતે મોકલી આપેલ ત્યાં લોકલ પોલીસની મદદ મેળવી તથા જામનગર સાઇબર ક્રાઇમ પો.સ્ટે.ના સ્ટાફનો ટેકનીકલ સપોર્ટ મેળવી ર૪ કલાકમાં અપહરણકારોનેખબર ન પડે તે રીતે ગુપ્ત ઓપરેશન પાર પાડીને ભોગ બનનારને છોડાવી અને આરોપીને પકડી પાડેલ છે.

આ કામગીરી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન જામનગરનાઓએ અનડીટેકટગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન મુજબ સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર કે.એલ.ગાંધે તથા સીટી બી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર કે.જે.ભોયે તથા પો. સબ. ઇન્સ. વાય.બી.રાણા તથા પો.હેડ.કોન્સ મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ. એસ. એમ.જાડેજા તથા સાઇબર ક્રાઇમ પો.સ્ટેના કુલદિપસિંહ જાડેજાનાોઅ કરેલ છે.

(12:38 pm IST)