Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જૂનાગઢમાં કોવિડ-૧૯ રસીકરણ બીજા ડોઝની કામગીરી ૯૧% પૂર્ણ

રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગી તબિબોને કલેકટર દ્વારા સન્માનિત કરાયા

જૂનાગઢ,તા.૩૦: જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણની પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. સેકન્ડ ડોઝની કામગીરી પણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે. આરોગ્ય અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોથી જૂનાગઢ જલ્લામાં બીજા ડોઝની કામગીરી પણ ૯૧ ટકા પૂર્ણ થઇ ચુકી છે. ગ્રામ્ય વિસ્તારોમાં  કોવિડ રસીકરણને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરીઙ્ગ કરનાર કર્મયોગી તબિબોને  જિલ્લા કલેકટરશ્રી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ વેકસીનની પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ ગઇ છે. હાલમાંઙ્ગ બીજા ડોઝની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ હજુ સંપૂર્ણ નાબૂદ થયો નથી. ત્યારે લોકોને કોરોનાથી રક્ષણ માટે રસીકરણના બન્ને ડોઝ સમગ્ર જિલ્લામાં જન જન લે એ માટે જિલ્લા કલેકટર ડો.રચિત રાજના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

કોવિડ રસીકરણની મેંદરડા તાલુકામાં બીજા ડોઝની ૯૪.૦૪ ટકા કામગીરી માટે મેંદરડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. એચ.કે લાખાણી તથા માંગરોળ તાલુકામાં ૯૦.૦૭ ટકા કામગીરી માટે માંગરોલ તાલુકા હેલ્થ ઓફીસર ડો.એન.જી.ડાભીને જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ દ્રવારા સન્માનિત કરાયા હતા.

ઉપરાંત કોવીડ વેકસીનેશન બીજા ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા બદલ અમરાપુરના મેડીકલ ઓફિસર ડો.વૈશાલી ખેર, બાલાગામના મેડીકલ ઓફિસર ડો.ડી.કે.વાછાણી, કંકાણાના મેડીકલ ઓફિસર ડો.જે.એ.ગરીબા, ગડુના ડો. ઉર્મિલા વાઢેર, ખોરાસાના ડો.ડી.બી.વાઢેરને કલેકટરશ્રી દ્વારા પ્રસંશનીય કામગીરી માટે સન્માનિત કરાયા હતા.ઙ્ગઆ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રેશ મહેતા, પ્રાંત અધિકારી અંકીત પન્નુ, શ્રી હનુલ ચૌધરી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:39 pm IST)