Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામનગર-જીલ્લામાં ૫ અપમૃત્યુ

સરતેજા, ઉ.વ.૪પ, રે. ગોકુલનગર જનતા ફાટક પાસે, વિજયનગર ફાટક પાસે, હિંદુસ્થાન એનીમલ ફીડ્સ, જામનગરવાળા  કામ કરતા હોય ત્યા છકડા રીક્ષા માંથી લોખંડના મોટા પાઈપ ઉતારતા લોખંડનો પાઈપ માથ પડતા માંથામાં ઈજા થતા માથું ફાટી જતા મરણ ગયેલ છે.

બોલેરો પીકઅપ વાહને મોટરસાયકલ ચાલકને હડફેટે લેતા મોત

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અબ્દુલભાઈ ઉર્ફે ભકો હુશેનભાઈ હાસમભાઈ દેથા, ઉ.વ.૩૪, રે. રૈયાધાર, સલીમ કવાટર, દરગાહના ચોકમાં, રાજકોટ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૧૧–ર૦ર૧ ના ફરીયાદી અબ્દુલભાઈના સગા નાના ભાઈ હાજીભાઈ ઉર્ફે ચીનો હુશેનભાઈ દેથા (ઉ.વ.૩ર) વાળો પોતાનું મોટરસાયકલ જેના રજી. નં. જી.જે.૩૬–કે.–૧૩૦૩ વાળુ લઈને રાજકોટ થી કાલાવડ લાકડાના વેપાર અર્થે જવા નીકળેલ અને બપોરના આશરે અઢી વાગ્યાની આસપાસ રાજકોટ નીકવા હાઈ–વે રોડ પર નીકાવા ગામથી આશરે ર કિ.મી. કાલાવડ તરફ વિઠ્ઠલભાઈ રવજીભાઈ મેનપરાની વાડી સામે આવેલ કાલાવડ–૧પ લખેલ માઈલ સ્ટોન નં.ર૩ સામે રોડ પર પહોંચેલ ત્યારે બોલેરો પીકઅપ ગાડી નં.જી.જે.૧૦–ટી.ટી.–૭૦૮૯ ના ચાલકે પોતાની બોલેરો પીકઅપ પુરઝડપે ભયજનક, બેફીકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી ટ્રકને ઓવરટેક કરવા જતા હાજીભાઈ ઉર્ફે ચીના ને સામેથી ઠોકર મારી મોટરસાયકલ સાથે જમની પર પાડી દઈ મોઢાના ભાગે તથા બંન્ને પગે ગંભીર ઈજાઓ કરી શરીરે છોલછાલ કરી હાજીભાઈ ઉર્ફે ચીનાનું મોત નિપજાવી પોતાની બોલેરો પીકઅપ ગાડી લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

ડમ્પર ચાલકે મોટરસાયકલ ચાલકને હડફેટે લેતા મોત

સિકકા પોલીસ સ્ટેશનમાં વિક્રમસિંહ કેશુભા વાઢેર, ઉ.વ.૪૯, રે. રાંદલનગર, ટી.પી. પાંચ બંગલા પાસે, રાજ શકિત પાન હાઉસ પાસે જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૧૧–ર૦ર૧ ના જામનગર – ખંભાળીયા હાઈવે રોડ પર બેડ ટોલનાકાથી આશરે ૬૦૦ મીટર પહેલા આરોપી ભુપતભાઈ લખાભાઈ કરોતરા, રે. ધનુડા ગામવાળો પોતાનું ડમ્પર જેના રજી.નં. જી.જે.૧૦–ટી.એકસ–પ૪૧૯નું પુર ઝડપે ચલાવી ફરીયાદી વિક્રમસિંહના મોટાબાપુના દિકરા ભાઈ માનભા અમરસંગ વાઢેરનું મોટરસાયકલ નં. જી.જે.૧૦–એ.આર.–૪૭૯૮ને હડફેટે લઈ ડમ્પરના પાછળના ટાયરોના જોટામાં લઈ મોત નિપજાવી ગુનો કરેલ છે.

(12:40 pm IST)