Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સાવરકુંડલા : રસ્તા મુદ્દે આંદોલન કરતા વિરજીભાઇ ઠુંમર સહિતનાની અટકાયત

ાવરકુંડલા : અમરેલી જિલ્લાના સૌથી વધુ રસ્તા ઓ ગુજરાત સરકારમાંથી મંજુર કરાવી લાઠી બાબરા દામનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મંજુર થયેલ રસ્તાઓના કામોમાં બિન જરૂરી તુમાર કરતા તંત્ર સામે અમરેલી રાજકોટ ભીલડી રોડ ઉપર ઉપવાસ આંદોલન અને રસ્તા રોકો આંદોલન કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત અસંખ્ય કાર્યકરોની  સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી. ગુજરાત રાજ્યના સૌથી વધુ રસ્તાઓ મંજુર કરાવનાર ધારાસભ્ય લાઠી બાબરાના ધારાસભ્ય ઠુંમર ને જાગૃત ધારાસભ્ય તરીકે શ્રેય મેળવી ન જાય તેવા ઈરાદાથી તંત્ર દ્વારા મંજુર થયેલ રસ્તાઓમાં ઈરાદા પૂર્વક વિલંબ કરી વિકાસ કામો માં ખોટી બાધા ઉભી કરાય રહી છે. (તસ્વીરઃ અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:01 pm IST)