Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

થોડા સમય પહેલા આમરણાંત ઉપવાસ આંદોલન કરેલુ ખંભાળિયાના સેવાભાવી લોક પ્રશ્ને સતત લડતા મૌલિક આહિરે રાજસ્થાનમાં આપઘાત કર્યો

ખંભાળિયા તા. ૩૦ : બાંધકામ ઉદ્યોગો સાથે સંકળાયેલા તથા લોકોના પ્રશ્નો અંગે  અંગે સતત લડતા ૩૪ વર્ષના મૌલિક આહિરે રાજસ્થાનમાં આપઘાત કરતા શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પરિવારજનોને હું બહાર ફરવા જાઉ છું કહીને એકલાજ પાંચેક દિવસ પહેલા મૌલિક સર લઇને  નીકળ્યો તથા પુષ્કર જયપુર વિ. સ્થળે ગયેલો અને ત્યાંથી તેમના પત્ની બાળકોની સાથે વીડીયો કોલ તથા ફોન પણ કર્યા હતા.

ઉદેપુરથી ૪૦ કી.મી.દુર કારમાં ઝેરી દેવા પીધી !!

આ સેવાભાવી આહિર યુવાનને મગજમાં કંઇક સુઝતા ઉદેપુરથી ૪૦કિ.મી. દુર કારમાં ઝેરી ટીકડા ખાઇ ગયો હતો અને આપઘાતનો પ્રયાસ કર્યો પણ પછી દર્દ સહન ના થતા નજીકના પેટ્રોલપંપ પાસે કાર રાખીને પંપવાળાને સ્થિતિ જાણ કરતા પેટ્રોલપંપના માનવતા વાદી સંચાલકે તુરત જ એમ્યુલન્સ બોલાવીને પોલીસને જાણ કરી હતી તથા પોલીસે ઉદેપુર હોસ્પિટલમાં ખસેડેલ પણ મૌલિકનું મૃત્યુ નિપજયું હતું.

યુવાનની આગવી છાપ

મૈલિક આહિર તથા તેના પિતા કિશોરભાઇ બેડીયા બાંધકામ કોન્ટ્રાકટર હતા પણ મૌલિક સેવાભાવી યુવાન હતો થોડા સમય પહેલાજ ધી નદીમાં ભળતા ગટરના પાણી અંગે ભૂગર્ભ ગટરના પ્રશ્ન અંગે શહેરમાં રમતગમતના મેદાન સહિતના ચાર પ્રશ્નો અંગેમૌલિકે એકલાજ ઉપવાસ આંદોલન કર્યુ હતું. તથા છેલ્લે આમણાંત ઉપવાસ કર્યા હતા. જે પછી સમજાવટની ઉઠી ગયો હતો. શહેરના કે ગ્રામ્યના દબાણ, ગૌચર, સાર્વજનિક જગ્યા હોય કે ગૌમાતાનો પ્રશ્ન હોય આ યુવાન સતત જાગૃત રહીને લોકો સાથે રહી તંત્ર સાથે લડતો હતો તથા અનેક રજુઆતો પણ કરતો હતો તથા અબોલ જીવ મુશ્કેલીમાં હોય તો તુરતજ ત્યાં દોડીને ભુખ્યા તરસ્યા મદદ કરતો હતો.

મૃતક મૌલિક તેના પિતાનો એકજ પુત્ર હતો તથા બહોળા મિત્ર મંડળ ધરાવતો એક પુત્ર અને એક પુત્રીનો પિતા હતો જે મૌલિકના આપઘાતથી પિતા વિહોણા થઇ ગયા છે.

મૌલિકની માતા અગાઉ મૃત્યુ પામેલા હતા પણ ઘર કંકાસના મુદે તથા મગજ પર ટેન્શન રહેતા આ પગલૂં ભર્યાનું કહેવાય છે. જો કે આટલા દિવસ મૌલિક કાર ઇને ફરવા ગયેલો પણ કોઇ ભીત્ર તેની સાથે હતો કે નહી તે પણ બહાર નથી આવ્યું

(1:04 pm IST)