Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ : એકસાથે નવા 7 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે, એક સાથે નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે એકસામટા 7 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 5.69.330 સેમ્પલ લેવાયા છે

(6:57 pm IST)