Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઊના તાલુકામાંથી કોરોનાથી મૃત્યુ પામેલાના સહાય માટે સાંજ સુધીમાં ૨૫૪ ફોર્મ ઉપડ્યા

હજુ પણ ફોર્મ ઉપડશે તેવુ લાગતા ૫૦૦ જેટલા ફોર્મની ઝેરોક્ષની તૈયારી કરવી પડી

ઉના સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ થયેલના પરીવારને રૂ. ૫૦ હજાર સહાય આપવાનું નક્કી કરેલ છે. ત્યારે કોરોનાથી મૃત્યુ થયેલના પરીવારમાં વારસદારો ફોર્મ લેવા માટે સવારથી જ ઉના મામલતદાર કચેરીએ લાઇનમાં ઉભા રહ્યા હતા. અને સાંજ સુધીમાં ૨૫૪ ફોર્મ ઉપડ્યા હતા.

ઉના પંથકના ૧૧ લોકો કોરોનાથી મૃત્યુ થયેલ હોય તેની યાદી સરકારમાં હોય અને આ મૃત્યુ પામેલા ૧૧ લોકોના વારસદારોના ખાતામાં શનિ-રવીની રજા દરમ્યાન પણ તંત્રએ કામગીરી કરી રૂ.૫૦ હજાર મુજબ ૧૧ લોકોની રૂ.૫.૫૦ લાખની સહાય ચુકવી આપેલ છે. જ્યારે ગીર સોમનાથ જીલ્લામાં ૪૬ લોકોને સહાય ચુકવી આપેલ છે.

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદાર ફોર્મ લીધા બાદ તેમને એક સોગંદનામુ કરવાનું હોય છે. જે સોગંદનામુ રૂ.૭૦૦ થતા હોય લોકોમાં કચવાટની લાગણી જોવા મળતી હતી.ઉના મામલતદાર કચેરીએ કોરોના સહાયના ફોર્મ માટે ઉમટી પડતા તંત્ર પણ અચંબામાં પડી ગયેલ હતું. અને હજુ પણ ફોર્મ ઉપડશે તેવુ લાગતા ૫૦૦ જેટલા ફોર્મની ઝેરોક્ષની તૈયારી કરવી પડી હતી

(9:11 pm IST)